ગુજરાત
પાટડીમાં ગેસનો બાટલો ફાટતા માતા-પુત્રો સહિત આઠ દાઝ્યા
રસોઈ બનાવતી વેળાએ અચાનક ગેસનો બાટલો ફાટ્યો, તમામ સારવાર હેઠળ
પાટડી પાંચાણી વાસમાં લગ્નના બીજા દિવસે જ રાંધતી વખતે બાટલો ફાટતા સાતથી આઠ લોકો દાઝતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં તમામ દાઝેલા ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર સી. યુ. શાહ હોસ્પ
પાટડીના પાંચાણી વાસમાં રહેતા મંગાભાઇ કેસભાઈ ઠાકોરના ઘેર એક દિવસ અગાઉ જ એમના દીકરાના લગ્ન હતા અને જાન સુલતાનપુર ગઈ હતી. ત્યારે આજે એમના ઘેર ખુબ મહેમાન હતા. ત્યારે મોડી રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે ઘરમાં મંજુબેન મંગાભાઈ ઠાકોર જમવાનું બનાવી રહ્યા હતા, ત્યારે અચાનક ગેસનો બાટલો ફાટતા ઘરમાં દોડધામ મચી જવા પામી હતી. આ ગોઝારી ઘટનામાં 40 વર્ષીય મંજુબેન મંગાભાઈ ઠાકોર સહિત એમનો 20 વર્ષનો દીકરો વલાભાઇ મંગાભાઇ ઠાકોર, એમના બીજા દીકરા વિપુલભાઈની પત્નિ અને સાળો, 32 વર્ષનો અશ્વિનભાઇ ગુલાભાઈ, જગદીશભાઈ દિલીપભાઈ સહિત અન્ય બે લોકો મળી કુલ 7થી 8 લોકો ગંભીર રીતે દાઝતા એમને 108 એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
જ્યાં આ તમામ લોકો હાથે, પગે અને ચહેરાના ભાગે દાઝતા ફરજ પરના હાજર તબીબ દ્વારા એમને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર સી. યુ. શાહ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જયારે આ ગોઝારી ઘટનાની જાણ થતા પાટડી ઠાકોર સમાજના આગેવાન ગોગીભાઈ ઠાકોર, નાગજીભાઈ ઠાકોર, ચેતનભાઈ શેઠ અને લાલાભાઇ ઠાકોર સહિતના આગેવાનો પણ ઈજાગ્રસ્તો સાથે સુરેન્દ્રનગર સી. યુ.શાહ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.