ગુજરાત
સિલિંગની અસર, મહાજન ટ્રસ્ટની 37 દુકાનોનો રૂા. 16.55 લાખ વેરો ભરાયો
અત્યાર સુધીમાં 366424 કરદાતાઓએ રૂા. 303.10 કરોડનો મિલકતવેરો ભર્યો
રાજકોટ શહેરમાં બે લાખથી વધુ મિલ્કત ધારકો સમયસર મિલ્કતવેરો ભરતા ન હોય મનપા દ્વારા સીલીંગ અને જપ્તી સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે આખુવર્ષ ચાલુ રહે છે. જેમાં ગઈકાલે કોઠારિયા નાકા પાસે આવેલ દશાશ્રીમાળી વણીક મહાજન ટ્રસ્ટની 37 દુકાનો બાકીવેરા અંતર્ગત સીલ કરવામાં આવી હતી. અને 24 કલાકમાં 37 દુકાનોના માલીકે આજે વેરાપેટે થતાં રૂા. 16.55 લાખ ભરપાઈ કરતા સીલ ખોલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2024-25માં તા. 1-4થી આજ સુધીમાં કુલ 366424 કરદાતાઓએ રૂા. 303.10 કરોડનો મિલ્કત વેરો ભરપાઈ કર્યો હોવાનું વેરાવસુલાત વિભાગે જણાવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાના વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ-2024-25માં તા:-01-04-2024થી તા:-08-11-2024 સુધીમાં કુલ 3,66,424 કરદાતાઓ દ્વારા રૂૂ.303.10 કરોડ જેટલા વેરાની ભરપાઇ કરેલ છે. હાલમાં તમામ વોર્ડના રિકવરી સેલ દ્વારા વેરા-વસુલાતની સઘન કામગીરી ચાલુ છે. ટેક્સ રિકવરી કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રી દેવાંગ દેસાઈની સુચના અનુસાર અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી ચેતન નંદાણી અને આસી.કમિશ્નરશ્રી સમીર ધડુકના માર્ગદર્શન હેઠળ ટેક્સના ઇ.ચા.મેનેજર શ્રી સિધ્ધાર્થ પંડયા અને વોર્ડના ટેક્સ ઇન્સ્પેકટર દ્વારા ઝુંબેશના રૂૂપમાં કરવામાં આવે છે.
વોર્ડ નં-7માં ગઇકાલ તા.07-11-2024ના રોજ દશાશ્રીમાળી વણિક મહાજન ટ્રસ્ટ કોઠારીયા નાકામાં આવેલ 37 દુકાનોને સીલ કરવામાં આવેલ. જેની સામે આજ તા.08-11-2024ના રોજ રૂૂ.16.55 લાખની વસૂલાત કરેલ છે અને અપ્સરા એજન્સી સાગણવા ચોકમાં રૂૂ.1.90 લાખની વસૂલાત કરવામાં આવેલ છે. નાગરિકો દ્વારા ઓનલાઇન રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ અથવા સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસ ખાતે ચેક / કેશ મારફત વેરાની ભરપાઈ કરી શકશે.