શિક્ષણ સમિતિ સમરસ જાહેર, ભાજપના Gen-Z દાવેદારોમાં ઉકળાટ

રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી સત્તાવાર રીતે આજે સમરસ જાહેર થઈ ગઈ છે. ગઇકાલે ભાજપના 11 અને કોંગ્રેસના 1 ઉમેદવારે ભરેલા ઉમેદવારી ફોર્મની…

રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી સત્તાવાર રીતે આજે સમરસ જાહેર થઈ ગઈ છે. ગઇકાલે ભાજપના 11 અને કોંગ્રેસના 1 ઉમેદવારે ભરેલા ઉમેદવારી ફોર્મની આજે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી ચકાસણી દરમિયાન તમામ 12 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. જેના પગલે ચૂંટણી સમરસ થયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બીજીબાજુ ચૂંટણી ભલે સમરસ જાહેર થઇ હોય પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં આંતરિક વિરોધ અને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.

શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપમાંથી કપિલ લલિતભાઇ નથવાણી(વોર્ડ નં.3), હર્ષિત પ્રહલાદભાઇ કાવર(વોર્ડ નં.8), વિરેન્દ્રભાઇ હર્ષદભાઇ ભટ્ટ(વોર્ડ નં.9), યોગરાજસિંહ મોહનસિંહ જાડેજા(વોર્ડ નં.12), હરેશભાઇ મુળજીભાઇ કાનાણી(વોર્ડ નં.10), ડો.તૃપ્તીબેન રૂૂષિકેશભાઇ શુક્લ(વોર્ડ નં.3), કલ્પનાબેન રમેશભાઇ કિયાડા(વોર્ડ નં.5), દ્રુપલબેન(ડોલીબેન કબીરભાઇ ટાંક(વોર્ડ નં.8), રાઠોડ પિન્ટુભાઇ કિશોરભાઇ(વોર્ડ નં.6), કેયુર રસિકલાલ મશરૂૂ(વોર્ડ નં.14), પ્રવીણભાઇ ચાવડા(વોર્ડ નં.7)ના ફોર્મ માન્ય રહ્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી હાજીભાઇ ઓડિયાએ ભરેલુ ફોર્મ પણ માન્ય રહ્યુ છે. આ ઉપરાંત સરકાર નિયુકત ડો.નરેન્દ્રભાઇ વીસાણી અને કુમારભાઇ શાહ સરકાર નિયુક્ત છે. જ્યારે હજુ એક સરકાર નિયુક્ત ગેજેટેડ ઓફિસરને સભ્યપદ અપાશે.
દરમિયાન ભાજપમાંથી અનેક ઈચ્છુકોએ દાવેદારી નોંધાવી હતી. ખાસ કરીને ભાજપના યુવા અને ’જેન-જી’ (ૠયક્ષ-ણ) દાવેદારોમાં ટિકિટ ન મળવાને કારણે ભારે અસંતોષ ભભૂક્યો છે.

લાંબા સમયથી સંગઠનમાં સક્રિય હોવા છતાં તક ન મળતા આ યુવા દાવેદારોએ પોતાના ’ગોડફાધરો’ અને સિનિયર આગેવાનો સમક્ષ ભારે બળાપો ઠાલવ્યો છે. અંદરખાને એવી ચર્ચાઓ ચાલી રહી છે કે અપેક્ષિત ઉમેદવારોને બાજુ પર રાખીને અમુક ખાસ નામોને જ પસંદ કરવામાં આવ્યા છે, જેના કારણે ગાડી ચૂકી ગયેલા દાવેદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ, વિપક્ષ કોંગ્રેસમાં પણ સ્થિતિ સામાન્ય નથી. 1 બેઠક માટે ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા દરમિયાન શરૂૂ થયેલો આંતરિક કલેશ હવે છાપરે ચડીને છતો થયો છે. પક્ષના મોવડીમંડળે કડક વલણ અપનાવીને ગઇકાલે શહેર પ્રમુખ રાજદીપસિંહ વિરુધ્ધ ગંભીર આક્ષેપ જાહેરમાં કરનાર બે સક્રિય આગેવાનોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

શૈલેષ જાની કોર્પોરેશન બાદ શિક્ષણ સમિતિમાં પણ ‘અનલક્કી’
ભાજપમાં ક્યારેય બન્યુ ન હોય તેવુ મનપાની ગત ચૂંટણીમાં બન્યુ હતુ. વર્તમાન મેયર નેહલ શુક્લનું નામ દુર દુર સુધી ક્યાંય ન હતુ. અંતે તેમને ટિકિટ પણ મળી ન હતી. છેલ્લી ઘડીએ આખુ પાસુ રહસ્યમય રીતે પલટાઇ ગયુ. આજે પણ આ પાસા પલટનો ભેદ અણઉકેલ જ છે. મેયર નેહલ શુક્લને જે વોર્ડમાંથી ટિકિટ મળી હતી તે વોર્ડ નં.7માં સતાવાર નામ શૈલેષ જાની(ગીતાંજલિ કોલેજ)નું હતુ. ફોર્મ ભરવા માટે બહુમાળી ભવન ચોકમાં તમામ ઉકેદવારો સ્ટેજ પર ‘શોભાયમાન’ કરીને ત્યાથી કલેકટર કચેરીએ વિજય આત્મવિશ્વાસ રેલી સ્વરૂૂપે જવાના હતા. ગણતરીની મિનિટો જ બાકી હતી ત્યા કોણ જાણે ‘ઉપર’થી શુ આદેશ આવ્યો કે ચાલુ વિજય વિશ્વાસ સંમેલનમાં શૈલેષ જાનીના બદલે નેહલ શુક્લના નામની ઘોષણ થઇ અને મેન્ડેટ પણ આવી ગયો. ‘બાપલા’ શૈલેષ જાનીની હાલત કાપે તો લોહી ન નીકળે તેવી થઇ હતી. સભા મંચ પરથી તેમને ઉઠવુ પડ્યુ અને તેની જગ્યાએ નેહલ શુક્લ આવી ગયા અને મેયર પણ બની ગયા. એ વખતે શૈલેષ જાનીને પાર્ટીએ એવી મધલાળ આપી હતી કે, શિક્ષણ સમિતિનુ ચેરમેનપદ આપવામા આવશે. પરંતુ તેમા પણ તેની બાદબાકી કરી નાખવામા આવી.

બે સભ્યોને ‘પરિવારવાદ’નો લાભ મળ્યો,લાયકાતવાળા કપાયા
શિક્ષણ સમિતિમાં આમ તો તમામ ચહેરાઓ નવા છે. પણ ભાજપના હાઇકમાન્ડે ઉમેદવારની પસંદગી માટે જે માપદંડો નક્કી કર્યા હતા તેમાના અમુક મપદંડ માત્ર દેખાડો કરવા પુરતા જ રહી ગયા. બે સભ્યો એવા છે કે જેમને ‘પરિવારવાદ’નો લાભ મળ્યો છે. 30 વર્ષથી મનપામાં રાજ કરનાર ‘કે.ડી.પરિવારના પિન્ટુભાઇ રાઠોડ અને ગર્ત ટર્મના વોર્ડ નં.7ના મહિલા કોર્પોરેટરના પતિ પ્રવિણભાઇ ચાવડાની પંસદગી થઇ છે. બીજીબાજુ લાયકાત ધરાવતા અનેક દાવેદારો કપાતા તેમનામાં ઘેરી નારાજગી ફેલાઇ છે.