રાષ્ટ્રીય
કોલ્ડપ્લે-દિલજીતના કોન્સર્ટની નકલી ટિકિટ મામલે EDની મોટી કાર્યવાહી, 5 રાજ્યોમાં દરોડા
કોલ્ડપ્લે અને દિલજીત દોસાંજના કોન્સર્ટ માટે ગેરકાયદેસર ટિકિટ વેચાણ સંબંધિત મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં EDએ પાંચ રાજ્યોમાં દરોડા પાડ્યા છે. આ દરોડા દિલ્હી, મુંબઈ, જયપુર, ચંદીગઢ અને બેંગલુરુમાં થયા હતા. નકલી ટિકિટના વેચાણને લઈને વિવિધ રાજ્યોમાં અનેક FIR નોંધાયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
ચાહકો કોલ્ડપ્લેના “મ્યુઝિક ઓફ ધ સ્પિયર્સ વર્લ્ડ ટૂર” અને દિલજીત દોસાંજના “દિલ-લુમિનાટી” કોન્સર્ટ માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ કારણે, માય શો અને ઝોમેટો લાઈવ જેવા પ્લેટફોર્મ પર ટીકીટો ઝડપથી વેચાઈ ગઈ હતી. જેના કારણે આ ટિકિટોનું બ્લેક માર્કેટિંગ થયું હતું. આ પછી, ઘણા લોકો સાથે છેતરપિંડી થઈ હોવાના અહેવાલો આવ્યા હતા અથવા છેતરપિંડીથી ટિકિટો વેચી હતી.
BookMyShowએ ઘણા શંકાસ્પદો વિરુદ્ધ FIR દાખલ કરી હતી. આરોપ છે કે તેઓ નકલી ટિકિટો વેચી રહ્યા હતા. આ સિવાય તેઓ ઊંચા ભાવે ટિકિટ વેચી રહ્યા છે. આ પછી, EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ તપાસ શરૂ કરી. આ તપાસના સંદર્ભમાં EDએ પાંચ રાજ્યોમાં 13થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. જેમાં EDએ કૌભાંડમાં ઉપયોગમાં લેવાતા મોબાઈલ ફોન, લેપટોપ અને સિમ કાર્ડ જેવી વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે.
તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “બુક માય શો દ્વારા દાખલ કરાયેલી એક સહિત દેશભરના વિવિધ રાજ્યોમાં એકથી વધુ એફઆઈઆર નોંધવામાં આવી છે.” લોકો તેમની માંગને ધ્યાનમાં રાખીને નકલી ટિકિટો વેચી રહ્યા છે.
ED દ્વારા હાથ ધરવામાં આવેલી સર્ચ અને તપાસમાં ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ટેલિગ્રામનો ઉપયોગ કરીને ટિકિટનું બ્લેક માર્કેટિંગ કરનારા લોકો વિશે માહિતી બહાર આવી છે.