રાષ્ટ્રીય
સપ્રમાણમાં મગફળી ખાવાથી બદામ કરતાં પણ વધુ શક્તિ મળે છે
મગફળીમાં પોષકતત્ત્વો, મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ જે એલડીએલ અથવા ખરાબ કોલેસ્ટેરોલના લેવલને ઘટાડે છે અને સારા કોલેસ્ટેરોલને વધારે છે. જે લોકોના લોહીમાં ટ્રાઈગ્લિસરાઈડનું પ્રમાણ વધુ હોય છે, જો તે લોકો મગફળી ખાય તો તેમના લોહીમાં લિપિડ લેવલમાં ટ્રાઈગ્લિસરાઈડનું લેવલ 10.2 ટકા ઘટી જાય છે. તેમાં જોવા મળતાં વિટામિન સી અને વિટામિન ઈ ત્વચાને સ્વસ્થ બનાવે છે.રક્ત પરિભ્રમણને યોગ્ય રાખીને તે હૃદયની સાથે સાથે અનેક રોગોથી પણ બચાવે છે.આ તમને ડાયાબિટીસ જેવી બીમારીઓથી દૂર રાખે છે. દરરોજ પલાળેલી મગફળીનું સેવન બ્લડ સુગરને કંટ્રોલ કરે છે.
સામાન્ય રીતે લોકો શિયાળામાં મગફળીનું વધુ સેવન કરે છે. પરંતુ દરરોજ પલાળેલી મગફળીના થોડા દાણા ખાવાથી તમારી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેને પલાળીને ખાવાથી તેમાં રહેલા પોષક તત્ત્વો અને આયર્ન રક્ત પરિભ્રમણને યોગ્ય રાખીને હૃદયની સાથે અનેક રોગોથી પણ બચાવે છે. આવો જાણીએ રોજ પલાળેલી મગફળી ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.
ડાયાબીટીસ
દરરોજ પલાળેલી મગફળીનું સેવન બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. આ તમને ડાયાબિટીસ જેવી બીમારીઓથી દૂર રાખે છે. એટલા માટે જો તમને પણ શુગરની સમસ્યા હોય તો દરરોજ સવારે મગફળીને પાણીમાં રાતભર પલાળીને ખાઓ. ફાઈબરથી ભરપૂર મગફળીને પલાળીને તેનું સેવન કરવાથી પાચનતંત્ર સારું રહે છે. શિયાળામાં તેના સેવનથી શરીરને અંદરથી ગરમી અને ઉર્જા મળે છે.
ગેસ અને એસિડિટી
પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, સેલેનિયમના ગુણોથી ભરપૂર મગફળીને પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા દૂર થાય છે.
શિયાળામાં ગોળ સાથે પલાળેલી મગફળીનું સેવન કરવાથી સાંધા અને કમરના દુખાવાની સમસ્યા દૂર થાય છે. તે શરીરમાં કેલ્શિયમની સપ્લાયનું ખૂબ જ સારું માધ્યમ છે.
આંખોની રોશની વધારે છે
બાળકોને સવારે પલાળેલી મગફળીના થોડા દાણા ખવડાવવાથી તેમાં રહેલા વિટામિન્સ આંખોની રોશની અને યાદશક્તિને તેજ બનાવે છે. મગફળી ખાવાથી શરીરમાં લોહીની ઉણપ પણ દૂર થાય છે. આ સિવાય શારીરિક ઉર્જા અને ઉત્સાહ પણ રહે છે. આ ગુણોને કારણે જ કદાચ મગફળીને ગરીબોની બદામ કહેવામાં આવે છે.
કેન્સર સામે રક્ષણ
મગફળીમાં રહેલા તૈલી ભાગો ભીની ઉધરસ અને ભૂખ ન લાગવાની સમસ્યાને દૂર કરે છે. આના ઓછામાં ઓછા 20 દાણા રોજ ખાવાથી મહિલાઓ કેન્સરથી દૂર રહે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ, આયર્ન, નિયાસિન, ફોલેટ, કેલ્શિયમ અને ઝિંક શરીરને કેન્સરના કોષો સામે લડવામાં મદદ કરે છે.
મગફળી આરોગ્યનો ખજાનો છે. મગફળી પાચન શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. 250 ગ્રામ શેકેલી મગફળીમાં જેટલા મિનરલ્સ અને વિટામિન્સ મળે છે તે 250 ગ્રામ માંસમાંથી પણ મેળવી શકાતા નથી. મગફળીમાં પોષક તત્ત્વો, મિનરલ્સ, એન્ટી-ઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ મળી આવે છે. તેમાં પ્રોટીન અને શુગર મળી આવે છે.
ઈંડાના મૂલ્યની બરાબર છે.એક સર્વે મુજબ જે લોકોના લોહીમાં ટ્રાઈગ્લિસરાઈડનું પ્રમાણ વધુ હોય છે તેઓ જો મગફળી ખાય તો તેમના લોહીમાં લિપિડ લેવલમાં ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર 10 ટકા ઘટી જાય છે. જો તમે શિયાળાની ઋતુમાં મગફળી ખાશો તો તમારું શરીર ગરમ રહેશે. તે ઉધરસમાં ઉપયોગી છે અને ફેફસાંને મજબૂત બનાવે છે. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે મગફળી પાચન શક્તિ વધારે છે, સ્વાદિષ્ટ છે, પરંતુ ગરમ પ્રકૃતિના લોકો માટે હાનિકારક પણ છે. ન્યૂટ્રિશનિસ્ટ કહે છે, મગફળી ખાવાનો યોગ્ય સમય સવાર કે બપોરનો હોવો જોઈએ.
મગફળી સાંજે પણ ખાઈ શકાય છે, પરંતુ મગફળી રાતે સૂતાં પહેલાં અથવા તો ડિનર પહેલાં ન ખાવી જોઈએ. મગફળીથી ગેસ, કબજિયાત, પેટનું ફૂલવું અથવા અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.