Site icon Gujarat Mirror

કચ્છમાં મોડી રાત્રે 5.0ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો

 

ગાંધીનગર સ્થિત ISR (ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિઝ્મોલોજીકલ રિસર્ચ) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 22 એપ્રિલ, 2025ની મોડી રાત્રે કચ્છ જિલ્લામાં ભૂકંપ નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્ર દુધઈ ગામથી આશરે 17 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વમાં આવેલું હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી છે. આ ભૂકંપના આંચકાની મોરબી જિલ્લા સહિત કેટલાક વિસ્તારોમાં પણ અસર જોવા મળી હતી. ગત રાત્રે 11.26 કલાકે આ ધરતીકંપ આવ્યો હતો. સ્થાનિક લોકો મુજબ ભૂકંપનો આંચકો થોડા સેક્ધડ સુધી અનુભવાયો હતો. જોકે, અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાનીના અહેવાલો સામે આવ્યા નથી. છતાં, લોકો થોડીક ક્ષણ માટે ઘરની બહાર દોડી આવ્યાં હતા. ઈંજછ દ્વારા સ્થિતીની નજર રાખવામાં આવી રહી છે અને અધિકૃત સ્ત્રોતો દ્વારા વધુ માહિતી વહેલી તકે જાહેર કરવામાં આવશે.

કચ્છ જિલ્લાના દુધઈ ગામ અને તેની આસપાસના વિસ્તારમાં તાજેતરના વર્ષોમાં કેટલાક ભૂકંપના આંચકા નોંધાયા છે. અહીં કેટલીક મુખ્ય ઘટનાઓનો ઉલ્લેખ છે ભૂકંપનું કેન્દ્રસ્થાન દુધઈથી 17 કિ.મી. દૂર નોંધાયું છે અને તેની ઉંડાઈ જમીનમાં 23.6 કિ.મી. નોંધાઈ છે.

Exit mobile version