Site icon Gujarat Mirror

ધોળામાં ધૂળ પડી, તબીબ સસરાએ વિધવા પુત્રવધૂની છેડતી કરી કહ્યુ…મારા શરીરમાં પુત્ર આવ્યો હતો!

રાજકોટ શહેરમાં એક વિચિત્ર ઘટના બની છે. જેમાં વિધવા પુત્ર વધુની તેના જ તબીબ સસરાએ છેડતી કરી શરીરે અડપલા કરી જાતીય સતામણી કરી ધમકી આપતા ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
આ ઘટનામાં સસરાએ છેડતી કર્યા બાદ તેના શરીરમાં પુત્ર આવ્યો હોવાની વાત કરી હતી. જો કે પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.

બનાવની વિગતો મુજબ, ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી એક વિધવાએ તેના સસરા સામે ફરીયાદ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેના પતિનું 2023ની સાલમાં બીમારીને કારણે મોત નીપજયું હતું. ત્યારબાદ તેઓ તેમના તબીબ સાસુ અને સસરા સાથે રહેતા અને તેની સાથે તેમનો પુત્ર પણ રહેતો હતો. તેમના સસરા મેડીકલ સ્ટોરની દેખરેખ રાખે છે. સાસુ કિલનીક ચલાવે છે. ગઇ તા.19/5ના રોજ પુત્ર, સાસુ અને સસરા ચિત્રકુટ ફરવા ગયા હતા ત્યાં એક જ રૂમ રાખ્યો હતો. રાત્રીના સમયે પુત્ર સાથે સુતા હતા ત્યારે સાસુની જગ્યાએ સસરા બાજુમાં આવી સુઇ ગયા હતા અને સાસુને ઉંઘનો પ્રોબ્લેમ હોય જેથી તે ઉંઘની દવા લઇને અલગ ગાદલામાં નીચે સુઇ ગયા હતા. તે દરમિયાન સસરા ઉંઘમાં હોય ત્યારે શરીરે અને પ્રાઇવેટ પાર્ટ ઉપ હાથ ફેરવવા લાગ્યા હતા. જેથી ફરીયાદી મહીલા એકદમ ડરી ગઇ હતી અને સાસુને જગાડવા જતા તેણે કીધુ કે જો તેમને જગાડયા તો જોયા જેવી થશે તેમ કહેતા મહીલા આખી રાત ડરને કારણે ખુણામાં બેસી રહેલી હતી. ત્યારબાદ સાસુને વાત કરતા તેમણે કહ્યું કે તારા સસરાએ વાત કરેલ છે તેણે કંઇ કરેલ નથી. તેના શરરીરમાં તેનો પુત્ર આવ્યો હતો. આ ઘટના અંગે મહીલાએ ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

પુત્રવધૂ અલગ રહેવા જતી રહેતા થેલા લઇને ત્યાં પહોંચ્યા
ત્યારબાદ ગઇ તા.24/03ના રોજ મહીલાના બહેન- બનેવી ઘેર આવ્યા ત્યો સસરા પણ ત્યાં આવ્યા અને કહ્યું કે હું હવે અહીં જ રહીશ. મારે તારી સાસુ સાથ બનતુ નથી અને તુ જા અને મારા કપડા અને સામાન લઇ આવ મારે અહીં જ રહેવું છે. તે દીવસે રાત્રે પણ સસરાએ મહીલાના રૂમનો દરવાજો ખખડાવી અને શરીરે અડપલા કરી નિર્લજજ હુમલો કર્યો હતો. ત્યારબાદ માતા-પિતાને વાત કરી અને ફરીયાદ નોંધાવી હતી.

Exit mobile version