ગુજરાત
દિવાળી તહેવારો દરમિયાન ઝૂ-રામવન મુલાકાતીઓથી ઊભરાયા
57783 લોકોએ ઝૂનો, 6332 લોકોએ રામવનનો માણ્યો આનંદ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે. આ વર્ષે તા.31/10/2024થી તા.04/11/2024 દરમ્યાન પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે કુલ-57783 અને રામવન ખાતે-6332 મુલાકાતીઓએ મુલાકાત લઈ આનંદ માણ્યો હતો. તેમ મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેન સોનલબેન સેલારાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે તા.31-10-2024ના રોજ 4794, તા.01-11-2024ના રોજ 12519, તા.02-11-2024ના રોજ 17568, તા.03-11-2024ના રોજ 12994 અને તા.04-11-2024ના રોજ 9908, એમ કુલ-57783 મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.રામવન ખાતે તા.31-10-2024ના રોજ 288, તા.01-11-2024ના રોજ 910, તા.02-11-2024ના રોજ 1809, તા.03-11-2024ના રોજ 1945 અને તા.04-11-2024ના રોજ 1380, એમ કુલ-6332 મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 67 પ્રજાતિઓનાં કુલ 560 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટેપ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારના વાંદરાઓ, વિવિધ પ્રજાતીઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતિઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેઓને આધુનિક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરી, વન્યપ્રાણી-5ક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે.
આ ઉપરાંત ઝૂ ખાતે 11માસ પહેલા જન્મ થયેલ 02 સફેદવાઘ બાળને તેની માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શિતકરવાનું શરૂૂ કરવામાં આવેલ છે. જેને જોઇને મુલાકાતીઓ ખુબજ પ્રભાવિત થાય છે. દિવાળીના તહેવારો દરમિયાન આ બન્ને ખેલતા કુદતા સફેદવાઘ બાળ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.