Site icon Gujarat Mirror

રાજશ્રી સિનેમા પાસે જાહેરમાં દારૂડિયાની ધમાલ

રાજકોટ શહેરમા હજુ પણ દારૂનુ વેચાણ ધુમ ચાલતુ હોવાનુ સામે આવ્યુ છે. પોલીસ દ્વારા માત્ર અમુક દારૂનાં ધંધાર્થીઓ સામે ગુનો નોંધી કામ કરે છે. શહેરનાં રાજશ્રી ટોકીઝ પાસે ગઇકાલે રાત્રે નશાખોર રીક્ષા ચાલકે જાહેરમા બઘડાટી બોલાવી હતી. એક યુવાનને માર માર્યો હતો. જાહેરમા માથાકુટ જોઇ લોકો એકઠા થઇ ગયા હતા અને બંનેને છુટા પડાવવા માટેની કોશીષ કરી હતી. આ સમયે ત્યા હાજર બે યુવતી પર પણ હુમલો કરવાનો દારૂડીયા રીક્ષા ચાલકે પ્રયાસ કર્યો હતો . જાહેરમા બેફામ વાણીવીલાસ કરતા શખ્સનો વિડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થતા એ ડીવીઝનનાં સ્ટાફે આરોપીને ઝડપી લેવા તજવીજ શરુ કરી છે.

Exit mobile version