વાંકાનેરમાં યુવાન ઉપર દારૂડિયા શખ્સો છરી અને ધોકા વડે તૂટી પડયા

વાંકાનેરમાં રહેતાં યુવાન ઉપર ત્રણ શખ્સોએ દારૂના નશામાં હુમલો કરી છરી-ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જાણવા મળતી…

વાંકાનેરમાં રહેતાં યુવાન ઉપર ત્રણ શખ્સોએ દારૂના નશામાં હુમલો કરી છરી-ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેરમાં રેલવે સ્ટેશન પાસે ફુટપાથ પર રહેતાં હરેશ વલ્લભભાઈ વાઘેલા (ઉ.25) સાંજના સમયે ફુટપાથ પર હતો ત્યારે અલ્લાહભાઈ અકબર સહિતના અજાણ્યા શખ્સોએ દારૂના નશામાં ઝઘડો કરી છરી-ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલમાં રહેતાં સોનલબા અશોકસિંહ ગોહિલ નામની 42 વર્ષની પરિણીતા રાત્રીનાં સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતી ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.