આંગણવાડીમાં એડમિશનનો ટાર્ગેટ આપી સ્ટાફને દબાણ

મનપા કચેરીએ આવી આંગણવાડી સ્ટાફે અધિકારીને આવેદન આપી વ્યક્ત કરી નારાજગી રાજકોટ સહીત રાજયભરમાં આંગણવાડીમાં બાળકોનો પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. શહેરની ઝુંપડપટ્ટીથી માંડી તમામ વોર્ડમાં…

મનપા કચેરીએ આવી આંગણવાડી સ્ટાફે અધિકારીને આવેદન આપી વ્યક્ત કરી નારાજગી

રાજકોટ સહીત રાજયભરમાં આંગણવાડીમાં બાળકોનો પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. શહેરની ઝુંપડપટ્ટીથી માંડી તમામ વોર્ડમાં આંગણવાડીમાં બાળકોને મોકલવા માટે ડોર ટુ ડોર કામગીરી ચાલી રહી છે. આંગણવાડીમાં બાળકોને મળતી સુવિધાથી માહીતગાર કરવામાં આવે છે. આ તમામ કામગીરી સાથે બાળકોના એડમીશન અને નવી નોંણી માટે આંગણવાડીના સ્ટાફને ચોક્કસ ટાર્ગેટ આપી આ ટાર્ગેટ પુરો કરવા માટે દબાણ કરાતું હોવાની વ્યાપક ફરીયાદ સાથે આંગણવાડીના મહીલા સ્ટાફે મનપા કચેરીએ આવી સંબંધીત અધિકારીને ફરીયાદ કરી હતી.

આંગણવાડી બહેનોએ આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ આંગણવાડી કેન્દ્રના વિસ્તારમાં આવતા તમામ લાભાર્થીઓની નોંધણી નિયમ મુજબ કરવામાં આવેલ છે. હાલમાં આંગણવાડી કેન્દ્રના વિસ્તારમાં ઉપલબ્ધ ગર્ભવતી માતા, ધાત્રી માતા, 0 થી 6 વર્ષના બાળકો તથા કિશોરીઓ સહિતના તમામ લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ છે.

આ ઉપરાંત વિસ્તારની સતત મુલાકાત, ઘર મુલાકાત અને સ્થાનિક માહિતીના આધારે નવા લાભાર્થી ઉપલબ્ધ થાય તો તેમની નોંધણી પણ નિયમિત દર મહિને ખઙછ માં ભરી ને આપવામાં આવે છે, પરંતુ હાલમાં વિસ્તારમાં નવા લાભાર્થી ઉપલબ્ધ ન હોવા છતાં ટાર્ગેટ પૂર્ણ કરવા માટે વધારાના લાભાર્થી ઉમેરવા દબાણ કરવામાં આવી રહ્યું છે, જે વાસ્તવિક પરિસ્થિતીને અનુરૂૂ5 નથી કેમકે વિસ્તારના બહારના લાભાર્થીના નામ ચડાવ્યા પછી દુર પડતુ હોય તો આંગણવાડી માં મોકલતા નથી જેથી ઓનલાઇન આંકડા તથા આંગણવાડીમાં વાસ્તવિક બાળકોની સંખ્યામાં ખુબજ તફાવત આવે છે તો આ પરિસ્થિતીમાં અધિકારી દ્રારા જયારે આવા ટાર્ગેટ પુરા કરાવવા કામ કરાવવામાં આવે અથવા આઇ.સી.ડી.એસ.ની યોજના ઉપરાંત પણ કામ કરવામાં આવે તો પરિપત્ર સાથે કામ આપવુ અને વાસ્તવિક પરિસ્થિતીના ફેરફાર માટે અધિકારી જવાબદાર રહેશે કેમકે આંગણવાડી કાર્યકર તરીકે અમારુ કાર્ય આવી સાચી અને વાસ્તવિક માહિતી સરકારને પહોંચાડવાનુ છે ખોટી માહિતી દાખલ કર્યા પછી જે કંઇ થાય તેની જવાબદારી તંત્ર લેતુ નથી અને વર્કર ની જવાબદારી બની જાય છે તે યોગ્ય ગણાય નહીં તેમજ હાલ વિસ્તારમાં ઉપલબ્ધ તમામ લાભાર્થીઓની નોંધણી પુર્ણ કરવામાં આવેલ હોવાનુ નોંધ લેવા વિનંતી છે.

આ ઉપરાંત દરેક આંગણવાડી માં બાળકોની સંખ્યા 50 થી વધુ છે, અને આંગણવાડી કેન્દ્ર 350 છે, તો સંખ્યાના પ્રમાણે નવા કેન્દ્ર કોર્પોરેશન કક્ષાએ ખોલવા માટે આપને વિનંતી કરીએ છે. ભવિષ્યમાં નવા લાભાર્થી ઉપલબ્ધ થશે તો તાત્કાલિક નિયમ મુજબ નોંધણી કરવામાં આવશે.