લોધેશ્ર્વર સોસાયટીમાં દારૂડિયાએ જમવા મુદ્દે ઝઘડો કરી પત્નીને માર માર્યો

શહેરમાં લોધેશ્ર્વર સોસાયટીમાં દારૂડિયાએ જમવા મુદ્દે ઝઘડો કરી પત્નીને માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…

શહેરમાં લોધેશ્ર્વર સોસાયટીમાં દારૂડિયાએ જમવા મુદ્દે ઝઘડો કરી પત્નીને માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ રોડ પર લોધેશ્ર્વર સોસાયટીમાં રહેતી જયોતીબેન રમેશભાઈ જરીયા નામની 40 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે પતિ રમેશ જરીયાએ દારૂના નશામાં ‘તું મને પાંચ દિવસની વાસી રોટલી ખવડાવે છે’ તેમ કહી ઝઘડો કરી ઈંટ વડે માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

બીજા બનાવમાં શાપરમાં આવેલી શાંતિધામ સોસાયટીમાં રહેતાં પુંજાભાઈ નારણભાઈ પરમાર (ઉ.63) પાંચ દિવસ પૂર્વે જ પેરાલીસીસનો એટેક આવતાં ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન બાદ વૃધ્ધને હૃદયરોગનો હુમલો આવતાં મોત નિપજ્યું હતું. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.