શહેરના જુના મોરબી રોડ પર આવેલા લાતી પ્લોટમાં નશાખોર પતિએ પત્નીને પાઈપ વડે માર મારતાં ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ, લાતી પ્લોટ શેરી નં.10માં રહેતી નઝમા રસુલભાઈ દલ (ઉ.27) નામની પરિણીતા આજે સવારે પોતાના ઘરે હતી ત્યારે તેના પતિ રસુલે કોઈ કારણોસર ઝઘડો કરી પાઈપ વડે હુમલો કરી માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં નઝમાના ત્રણ વર્ષ પહેલા રસુલ સાથે બીજા લગ્ન થયા હતાં. તેને સંતાનમાં બે પુત્રી છે. પતિ રસુલ કંઈ કામ ધંધો કરતો ન હોય અને નશાની ટેવ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.

