પોપટપરામાં દવાનો છંટકાવ કરતાં પ્રૌઢને ઝેરી અસર થતાં તબીયત લથડી
શહેરમાં કોઠારીયા વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે પતિએ દારૂૂના નશામાં ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ હરિદ્વાર-1માં રહેતી કૈલાશબેન મહેશભાઈ નામની 35 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે પતિ મહેશે દારૂૂના નશામાં ઝઘડો કરી માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં પોપટપરા વિસ્તારમાં રહેતા રાજવીર કાલીચરણ કુસવાહ નામના 45 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે ઝેરી દવાનો છટકાવ કરતા હતા તે દરમિયાન પોતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

