પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે કચ્છમાં ઘુસાડાતું 200 કરોડનું ડ્રગ્સ પકડાયું

MSC શિપિંગ લાઈનના ‘યુરોપ’ નામના જહાજમાં પાકિસ્તાનના કાસીમ પોર્ટથી 115 કિલો ડ્રગ્સ ઘુસાડાયું હતું, મુંદ્રામાં જહાજ લાંગરે તે પહેલાં જ એટીએસ-કોસ્ટગાર્ડની ટીમો ત્રાટકી કચ્છનો દરિયા…

MSC શિપિંગ લાઈનના ‘યુરોપ’ નામના જહાજમાં પાકિસ્તાનના કાસીમ પોર્ટથી 115 કિલો ડ્રગ્સ ઘુસાડાયું હતું, મુંદ્રામાં જહાજ લાંગરે તે પહેલાં જ એટીએસ-કોસ્ટગાર્ડની ટીમો ત્રાટકી

કચ્છનો દરિયા કિનારો ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓના નિશાના પર આવ્યો છે. દેશભરમાં નશાનું જાળું ફેલાવવાના નાપાક ઈરાદા સાથે કચ્છના દરિયાઈ માર્ગે 200 કરોડો રૂૂપિયાનું ડ્રગ્સ ઘુસાડવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુપ્ત બાતમીના આધારે ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ અને સ્થાનિક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે કચ્છના સમુદ્રની મધ્યમાં સંયુક્ત મેગા ઓપરેશન પાર પાડીને અંદાજે રૂૂ.200 કરોડની કિંમતનો ડ્રગ્સનો માતબર જથ્થો ઝડપી પાડ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ ઓપરેશન દરમિયાન મુંદ્રાના સિટી-3 ટર્મિનલ પર લાંગરેલા શંકાસ્પદ જહાજને આંતરીને તેમાંથી કરોડોના નશાના કારોબાર સાથે સંકળાયેલા કેટલાક શખ્સોની પણ અટકાયત કરી લેવામાં આવી છે.આ ડ્રગ્સનું પાકિસ્તાન કનેક્શન હોવાનું સામે આવી રહ્યું છે. યુરોપના જહાજમાં પાકિસ્તાનથી ડ્રગ્સ દરિયાઈ માર્ગે ઘુસાડવાનો પ્રયાસ હોવાનો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે ડ્રગ્સનો આ આખો જથ્થો ભારત લાવવા માટે પાકિસ્તાનના પોર્ટ કાસીમથી રવાના કરાયો હતો. એમ.એસ.સી. સિપીંગ લાઈનના ‘યુરોપ’ નામના જહાજમાં આ ડ્રગ્સ મુકવામાં આવ્યું હતું. આ જહાજ મુંદ્રામાં સિટી-3 ટર્મિનલ પર બર્થ થવાનું હતું ત્યારે જ ગુજરાત એટીએસ અને કોસ્ટેગાર્ડે સંયુકત ઓપરેશન કરીને જહાજ પર છાપો માર્યો હતો. એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા આશરે 115 કિલોે જેટલું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. જો કે, આ કાળો કારોબાર દરિયામાં જ પકડાઈ જતાં આંતરરાષ્ટ્રીય સ્મગલરોના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે. પકડાયેલું ડ્રગ્સ ચોક્કસ કયા પ્રકારનું છે, આ જથ્થો વિદેશથી કોણે મોકલ્યો હતો અને ભારતમાં તે કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં અત્યારે તમામ એજન્સીઓ દ્વારા યુદ્ધના ધોરણે તપાસનો ધમધમાટ શરૂૂ કરી દેવામાં આવ્યો છે. ઝડપાયેલા શકમંદોની આકરી પૂછપરછમાં ડ્રગ્સના આ મોટા નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ મથી રહી છે.

ગુજરાતના સરહદી અને સંવેદનશીલ ગણાતા કચ્છના દરિયાઈ માર્ગનો ઉપયોગ દેશવિરોધી તત્વો વારંવાર ડ્રગ્સની હેરાફેરી માટે કરી રહ્યા છે ત્યારે સુરક્ષા એજન્સીઓની આ સજાગતાએ ડ્રગ માફિયાઓની કમર તોડી નાખી છે. આ સમગ્ર ઓપરેશન કેટલું મોટું છે અને તેમાં કયા રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો હાથ છે, તેની સત્તાવાર અને વિગતવાર વિગતો આપવા માટે ગુજરાત અઝજ દ્વારા આજે બપોરે એક હાઈ-લેવલ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી શકે છે, જેમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતાઆ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, યુરોપથી એક જહાજમાં ડ્રગ્સ આવી રહ્યુ છે.

આ સમગ્ર ઘટનામાં પાકિસ્તાન કનેક્નશ પણ સામે આવી શકે છે. આ અંગેની વોચ રાખીને તપાસ કરતા ગુજરાત એટીએસ અને સ્થાનિક એસઓજીને મોટી સફળતા મળી છે. કચ્છના દરિયામાંથી પોર્ટ પર આ ડ્રગ્સનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન એટીએસ અને એસઓજીની ટીમે ડ્રગ્સ કબજે કરી લીધું છે. આ ડ્રગ્સની બજાર કિંમત 200થી 500 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું અને ક્યાં લઈ જવામાં આવતું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મુંદ્રામાં આંતરરાષ્ટ્રીય શિપિંગ લાઈનની આડમાંં ડ્રગ્સ તસ્કરીનો પર્દાફાશ
અગાઉ અનેકવાર બોટ મારફતે ભારતની દરિયાઈ સીમમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે ત્યારે હવે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફીયાઓએ નવી મોડસ ઓપરેન્ડીંગથી આ વખતે આંતરરાષ્ટ્રીય શીપીંગ લાઈનની આડમાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ કોસ્ટગાર્ડે અને એટીએસએ આ પ્રયાસ અટકાવી દીધો છે અને આવી રીતે ઈન્ટરનેશનલ જહાજોમાં ડ્રગ્સ તસ્કરીનો પર્દાફાશ કર્યો છે.