ગુજરાત
વેરાવળમાં એગ્રોની દુકાનમાં આગથી રૂા.3 લાખની દવા થઇ ખાક
સટ્ટા બજારમાં અફરાતફરી જાનહાનિ ટળી
વેરાવળ શહેરમાં ગત રાત્રીના સમયે જંતુનાશક દવાની દુકાનમાં અચાનક આગ લાગતા રૂૂા.ત્રણેક લાખનું નુકશાન થયેલ હોવાનું વેપારીને જણાવેલ છે. વેરાવળની મુખ્ય બજાર સટ્ટા બજાર વિસ્તારમાં આવેલ જંતુનાશક દવાની દુકાન રાત્રીના બંધ હોય તે સમયે આગ લાગેલ હતી. હાલ દિવાળીના તહેવારો સમયે જ બંધ દુકાનમાં આગ લાગતા આજુબાજુના વેપારીઓએ દુકાન માલીકને જાણ કરેલ તેમજ ફાયર ફાયટરને જાણ કરતા સ્થળ ઉપર આવી આગને કાબુમાં લીધેલ હતી.
આ અંગે મીતેશ એગ્રો સેન્ટરના માલીક મીતેશભાઇએ જણાવેલ કે, રાત્રીના આશરે સાડા દસ વાગ્યા આસપાસ દુકાનમાં ઇલેકટ્રીક શોર્ટ સર્કીટના કારણે આગ લાગેલ હોય અને ફાયર ફાયટરની ટીમ તેમજ આજુબાજુના વેપારીઓની જહેમતથી આગને કાબુમાં લીધેલ હતી. આ આગ લાગવાથી અંદાજીત ત્રણેક લાખ રૂૂપીયાનું નુકશાન થયેલ હોવાનું જણાવેલ છે.