શહેરમાં ‘ડ્રોન’એ શોધ્યા મચ્છરોના 4731 ઘર

રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે શહેરના વોંકળા, આજી નદી તેમજ જ્યા પાણી ભરાતુ હોય તેવા નાલા સહિતની જગ્યા આસપાસ મચ્છરોના ઠેકાણા ડ્રોન મારફતે શોધીને…

રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે શહેરના વોંકળા, આજી નદી તેમજ જ્યા પાણી ભરાતુ હોય તેવા નાલા સહિતની જગ્યા આસપાસ મચ્છરોના ઠેકાણા ડ્રોન મારફતે શોધીને આ આધુનિક ટેકનોલોજી દ્વારા ઉપરથી જ દવા છંટકાવ કરવા માટેનો પ્રયોગ મનપાએ શરૂૂ કર્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં ડ્રોને એવા 4731 સ્થળ શોધી કાઢ્યા હતા કે જ્યા મચ્છરોની ઉત્પતિ થતી હોય.

મનપાએ છેલ્લા એક અઠવાડિયામાં કરેલી કામગીરીમાં 161.85 ચો.કિ.મી.વિસ્તાર પૈકી અત્યાર સુધીમાં (હાઇરીસ્ક વોર્ડ પૈકી વોર્ડ નં. 11, 18, 3, 4અને 13 માં 59.39 ચો.કિ.મી. વિસ્તારમાં સર્વે કામગીરી કરવામાં આવી રહી છે. ડ્રોન દ્વારા કરવામાં આવેલ સર્વે દરમિયાન અત્યાર સુધીમાં કુલ4,731 સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થળો શોધી કાઢવામાં આવ્યા છે. જેમાં 1340 સ્થળોએ દવા છંટકાવ / સોર્સરીડકશનની કામગીરી હેઠળ આવરીલીઘેલ છે. દરમિયાન છેલ્લા એક અઠવાડિયામાં ફિલ્ડવર્કર, અર્બન આશા તથા ખઙઇંઠ દ્વારા કુલ 1,50,172 ઘરોમાં પોરાનાશક કામગીરીકરવામાં આવી છે. તેમજ ફિલ્ડવર્કરો દ્વારા 933 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી.

આ કામગીરી હેઠળ રહેણાંક સિવાયના409 પ્રીમાઇસીસ, જેમાં બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારનાડેલા, સેલર, હોલ/વાડી/પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરેનો સમાવેશ થાય છે, તેની મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરવામાં આવી છે. જેમાં મચ્છર ઉત્પત્તિ અંગેરહેણાંક વિસ્તારમાં 312 તથા કોમર્શિયલ વિસ્તારમાં 92 આસામીઓને નોટિસ આપવામાં આવી છે.ડ્રોન દ્વારા જંતુનાશક દવાના છંટકાવની કામગીરીમાં વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા વોકળા, નદીના પટ વિસ્તારના નાના-મોટા ખાડા-ખાબોચિયા, પાણી ભરાવવાળા સ્થળો તથા અન્ય સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થળોનેઆવરી લેવામાં આવ્યા છે.ખાસ કરીને જ્યાં પરંપરાગત પદ્ધતિથી દવા છંટકાવ કરવો મુશ્કેલ અથવા જોખમી હોય તેવા સ્થળોએ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

* કુલ3,04,556 જેટલી વસ્તીનો સર્વે
* 6,559 જેટલી ક્લોરીનટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું.
* 743 જેટલા ઓઆરએસ પેકેટનું વિતરણકરવામાં આવ્યું.
* 3,484 જેટલા આર.સી. ટેસ્ટ કરવામાં આવ્યા.