Site icon Gujarat Mirror

જામનગરમાં ટ્રાફિક મહિલા પીએસઆઈ અને સ્ટાફ સાથે કારચાલકની ઉદ્ધતાઈ

 

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હોવાથી મહિલા પી.એસ.આઈ. સહિતની પોલીસ ટુકડી ટ્રાફિક મુક્ત કરાવી રહી હતી, જે દરમિયાન એક સ્કોર્પિયો ચાલકે ધરાર હોર્ન વગાડી ટ્રાફિક પોલીસ ની ફરજમાં રૂૂકાવાટ ઉભી કરી હતી અને મહિલા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફ સાથે જીભાજોડી કરી દેકારો મચાવતાં તેની સામે ફરજમાં રૂૂકાવટ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગર ટ્રાફિક શાખામાં છેલ્લા દોઢ માસથી ફરજ બજાવતા મહિલા પીએસઆઇ મીનાબા જાડેજા અને પો.સબ.ઇન્સ. કંડોરીયા તેમજ એ.એસ.આઈ કે,કે, કરંગીયા તથા ટ્રાફિક બ્રિગેડના માણસો સાથે ગોકુલનગર જકાતનાકા ખાતે ટ્રાફિકની કામગીરી કરી રહ્યા હતા જે દરમિયાન જી.જે. 10 ઇ.સી. 2211 નંબરની સ્કોર્પિયો કારનો ચાલક મયુર ગોકુલભાઇ માળીયા રહે.જામનગર વાળો ટ્રાફિકની વચ્ચે આવ્યો હતો, અને હોર્ન વગાડવાનું શરૂૂ કર્યું હતું.

જેને અટકાવવા જતાં તેણે હંગામા મચાવ્યો હતો. એટલું જ માત્ર નહીં તેણે પોતાના સાગરીત ભવ્યરાજસિંહ ગોહિલ ને બોલાવી લીધો હતો. જે બંનેએ ફરજ પરના પોલીસ સ્ટાફ સાથે બેહૂદુ વર્તન કર્યું હતું, તેમ જ દેકારો ચાલુ રાખી પોતાની કાર માર્ગ ઉપર આડી મૂકી દેતાં જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા વધી હતી. આખરે અન્ય પોલીસ સ્ટાફે આવીને કારચાલક ને નીચે ઉતાર્યો હતો, અને તેની સામે સીટી સી. ડિવિઝન પોલીસમાં ફરજમાં રૂૂકાવટ સહિતની નોંધવામાં આવ્યો છે, જયારે તેની કાર કબજે કરી લેવાઇ છે.

Exit mobile version