Site icon Gujarat Mirror

પુનિતનગરમાં પૂરઝડપે નીકળેલા કારચાલકને ટપારતા મારામારી કરી મારી નાંખવાની ધમકી

‘કોેણે મારી ગાડી રોકાવી છે’ કહી છરી બતાવી એક્ટિવાની ચાવી લઇ લીધી : બે શખ્સો સામે ફરિયાદ

શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ગોંડલ ચોકડી પાસે આવેલા પુનિતનગરમાં શેરીમાંથી પૂરઝડપે નીકળેલા કાર ચાલકને ટપારતા કાર ચાલક સહિત બે શખ્સોએ પરિવાર સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોધાઇ છે.

જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે માડાડૂંગરમાં ભીમરાવનગરમાં રહેતા અરવિંદ કાન્તીભાઇ સોલંકી (ઉ.વ.29)નામના યુવાને તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મયુર અને અલતાફના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે બપોરે તે પુનિતનગરમાં માસીના ઘરે પ્રસંગે હોવાથી ગયો હતો. ત્યારે શેરીમાંથી પૂરઝડપે કાર નીકળતા તેને અટકાવી કાર ધીમે ચલાવવાનું કહેતા તે માથાકૂટ કરવા લાગ્યો હતો.

બાદમાં તે અન્ય શખ્સ સાથે આવી ‘કોણે મારી ગાડી રોકાવી છે’ તેમ કહી ઝઘડો કરી માથાકૂટ કરવા લાગ્યો હતો. દરમિયાન ફરિયાદી એકટીવાની ચાવી છીનવી લઇ તારી એકટીવા સળગાવી દેવી છે. તેમ કહી ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે તાલુકા પોલીસે બંને શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

Exit mobile version