Site icon Gujarat Mirror

ભીલવાસ ચોક પાસે કાર ડિવાઇડર પર ચડાવી ચાલક નાસી છૂટ્યો: કારમાંથી દારૂની ખાલી બોટલ મળી

પોલીસે 11 લાખની કાર કબજે કરી ચાલકની શોધખોળ હાથ ધરી

શહેરના ભીલવાસ ચોક નજીક ગત રાત્રે કાર ચાલકે કાર ડીવાઇડર પર ચડાવી અકસ્માત સર્જ બાદમાં કાર રેઢી મુકી નાશી છૂટ્યો હતો. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ કારમાંથી દારૂની ખાલી બોટલ મળી આવી હતી જેથી પોલીસે રૂા.11 લાખની કાર કબજે કરી નાશી છૂટલા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ગઇકાલે રાતે 9.30 વાગ્યા અરસામાં ભીલવાસ ચોક પાસે પેટ્રોલ પંપ નજીક એક કાર ચાલકે પૂરઝડપે કાર ચાલાવી ડીવાઇડર પર ચડાવી દીધી હતી. જે અંગે પોલીસ કંન્ટ્રોરૂમ તરફથી મેસેજ મળતા પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો જયા કાર ડીવાઇડર પર ચડેલી હાલતમાં પડી હોય અને કાર ચાલક કાર રેઢી મૂકી નાશી ગયો હોવાનુ જાણવા મળ્યુ હતુ જેથી પોલીસે કારની તલાશી લેતા તેમાથી દારૂની ખાલી બોટલ મળી આવી હતી. જેથી પોલીસે રૂા.11 લાખની કીયા સેલ્ટોસ કાર કબજે કરી નાશી છૂટેલા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર નંબર ના આધેરે તેની શોધખોળ હાથ ધરી છે.

Exit mobile version