સાવરકુંડલા તાલુકાના જાબાળા ગામે રહેતો યુવાન પોતાનું બાઇક લઈને રાત્રીના સમયે જાબાળા અને આંબરડી ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે યુવકે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક ઝાડ સાથે અથડાયું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલાના જાબાળા ગામે રહેતા પ્રવીણ ઉર્ફે ડફુ જીલાભાઇ વાઘેલા નામનો 31 વર્ષનો યુવાન પોતાનું બાઈક લઈને રાત્રીના જાબાળા અને આંબરડી ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પ્રવીણ ઉર્ફે ડફુ વાઘેલાએ ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક ઝાડ સાથે અથડાયું હતું જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રવીણ ઉર્ફે ડફુ વાઘેલાએ ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક ઝાડ સાથે અથડાતા જીવલેણ અકસ્માત સજાયો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે સાવરકુંડલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

