Site icon Gujarat Mirror

સર્વેશ્વર ચોકના વોંકળાનું કામ પૂર્ણ કરવા ડો.યાજ્ઞિક રોડ ઉપર ચાર માસ સુધી બંધ

સરદારનગરથી ન્યુ જાગનાથ શેરી નં.-20 સુધીનો રોડ વાહનોની અવર જવર માટે બંધ: ફોર વ્હીલ માટે બહુમાળી ભવનથી ત્રિકોણ બાદ સુધી અવર જવર: ડો.દસ્તુર માર્ગ કામપૂર્ણ ન થાય ત્યાં સુધી ટુ-વે કરાયો

સર્વેશ્વર ચોક થી ડો.યાજ્ઞિક રોડને જોડાતા હૈયાત વોકળા ઉપર નવું બોકસ કલ્વર્ટ બનાવવાનું કામ શરૂૂ કરવામાં આવ્યું હોય જેને લઇ વાહનોની અવાર જવર માટે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડી આ રોડ ઉપરના વાહનો માટે ડાયવર્ઝનની જાહેરાત કરવામાં આવી છે. સર્વેશ્વર ચોકનું કામ પૂર્ણતાની નજીક હોય, હવે ટુંક સમયમાં રાજકોટ નાગરિક બેંક પાસે ડો.યાજ્ઞિક રોડ પર કામ શરૂૂ કરવાનું થાય છે. જેથી ડો.યાજ્ઞિક રોડ પર સરદારનગર મેઈનરોડથી ન્યુ જાગનાથ શેરી નં.-20 સુધીનો રોડ પર વાહનોની અવર જવર 4 માસ સુધી બંધ કરવામાં આવશે જેથી ડો.યાજ્ઞિક રોડ ઉપર અવર જવર કરતા વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સર્વેશ્વર ચોક ખાતે આવેલ બંને સાઇડના રસ્તા પર 50-50 મીટર રોડ બંધ કરવામાં આવશે. એના સિવાય યાજ્ઞિકરોડ ઉપર વાહનોની અવર-જવર ચાલુ રહેશે. ઉપરાંત સર્વેશ્વર ચોકની આસપાસની દુકાન/ઓફીસ વગેરેનું પાર્કીંગની અલાદી વ્યવસ્થા કરવામાં આવશે અને વ્યપારી તેમજ ગ્રાહકો માટે અવર-જવર માટે રસ્તો ચાલુ રહેશે. અને ત્યા ગાડીઓ પાકીંગ કરી શકાશે. રેસકોર્ષથી માલવીયા ચોક તરફ આવતા મોટર વ્હીકલ જેવા કે, એસ.ટી. બસ તથા પ્રાઇવેટ લકઝરી તથા લાઇટ મોટર વ્હીકલ જેવા કે, કાર એમ્બ્યુલન્સ વિગેરે વાહનોની અવર જવર બહુમાળી ભવનથી જિલ્લા બેન્ક ભવન ચોક થી જ્યુબેલી ગાર્ડન ચોક થઇ જવાહરરોડ પરથી ત્રિકોણબાગ સર્કલ તરફ માલવીયા ચોક જઇ શકશે.

રેસકોર્ષથી માલવીયા ચોક તરફ આવતા ટુ-વ્હીલર્સ તથા થી-વ્હીલરની અવર જવર જિલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક થઇ મોટી ટાકી ચોક લીબડા ચોકથી પસાર થઇને શાસ્ત્રી મેદાન અને રાજકુમાર કોલેજ વચ્ચેના રસ્તેથી પસાર થઇને માલવીયા ચોક તરફ જઈ શકશે. ડો.યાજ્ઞિક રોડથી રેસકોર્સ તરફ આવતા બધા જ પ્રકારના વાહનોની અવર જવર ડો.દસ્તૂર માર્ગ પરથી એસ્ટ્રોન ચોક થઈને મહિલા કોલેજ ચોક તરફથી કિશાનપરા ચોક થઇને જિલ્લા પંચાયત ચોક તરફ જઇ શકશે. ડો.દસ્તુર માર્ગ હાલ વન-વે હોય ઉપરોકત વિષયમાં દર્શાવેલ કામપુર્ણ ન થાય ત્યા સુધી ટુ-વે કરવામાં આવે છે.

ડો.યાજ્ઞિક રોડ થી રેસકોર્સ તરફ આવતા બધા જ પ્રકારના વાહનોની અવર જવર શ્રી રામકૃષ્ણ આશ્રમથી ડો.યાજ્ઞિક રોડ ઉપર હાઇસ્ટ્રીટ બિઝનેસ થી ડાબી તરફ શ્રી સ્વામિવિવેકાનંદ માર્ગ પર રામકૃષ્ણનગર શેરી નં-10 પરથી પસાર થઇ વિરાણી હાઇસ્કુલ પાસેથી જમણી તરફ ટાગોર રોડ પર થઇને એસ્ટ્રોનચોક -મહિલા કોલેજ-કિશાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી જઈ શકાશે.

Exit mobile version