Site icon Gujarat Mirror

પ્રમુખ પદેથી દોશી કપાયા, દવે ફાવ્યા; જિલ્લામાં ઢોલરિયા રિપીટ

જામનગર-અમરેલી-જૂનાગઢ-મોરબી-ભાવનગર સહિતના પ્રમુખો બદલાયા, અનેક જિલ્લામાં આશ્ર્ચર્યજનક નિમણૂકો

ભાજપના છ મહાનગર અને 29 જિલ્લા પ્રમુખોની સત્તાવાર જાહેરાત પૂર્વે યાદી લીક, કર્ણાવતી અને ગાંધીનગર શહેર અને ચાર જિલ્લા બાકી

ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપનો જય જયકાર થતા હવે ભાજપ સંગઠનની બાકી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજે રાજયના 8 મહાનગર તથા 33 જિલ્લા ભાજપ પ્રમુખોની તબક્કાવાર નિમણૂંકો જાહેર કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહરે ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા રિપીટ થશે કે, બદલાશે તે અંગે અટકળો અને અનુમાનો શરૂ થયા છે. તે પૂર્વે સોશ્યિલ મીડિયામાં એક પીડીએફ ફાઇલ વાઇલર થઇ છે. તેમા શહેર મહામંત્રી માધવ દવેનુ નવા શહેર પ્રમુખ તરીકે નામ દર્શાવાયુ છે. જયારે જિલ્લા ભાજપ પ્રમુખ પદે અલ્પેશ ઢોલરીયાને રીપીટ કરાયાનુ દર્શાવાયુ છે.

આજે મોડી સાંજે ભાજપના પ્રદેશ ચૂંટણી કલસ્ટર પ્રભારી મયંકભાઇ નાયક અને જિલ્લા ચૂંટણી અધિકારી આશિષ દવે તેમજ સહચૂંટણી અધિકારી જે.કે. ચાવડા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખોના નામના કવર લઇને રાજકોટ આવી પહોંચનાર છે. અને પત્રકાર પરિષદમાં નામોની જાહેરાત કરનાર છે.

જો કે, આ પૂર્વે માધવ દવેનુ નવા પ્રમુખ તરીકે નામ એક યાદીમાં જાહેર થયુ છે. અને જિલ્લા ભાજપમાં અલ્પેશ ઢોલરીયાને રીપીટ કરાયા છે. ભાજપના નવા પ્રમુખોની યાદી લીક થઇ ગયાની ચર્ચાથી ભારે ખળભળાટ છે. આ યાદી ઇરાદ્રા પૂર્વક લીક કરાઇ છે કે કેમ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

શહેર ભાજપ પ્રમુખપદ માટે મુકેશ દોશી, કશ્યપ શુકલ, અશ્ર્વિન મોલિયા, ડો. પ્રદિપ ડવ, પુષ્કર પટેલ, બીનાબેન આચાર્ય, દેવાંગ માકડ સહિત 30થી વધુ દાવેદારો વચ્ચે સ્પર્ધામાં નહી રહેલા માધવ દવે ફાવી ગયા છે.
બપોર સુધીમાં ભાજપ દ્વારા રાજ્યના આઠ મહાનગરપામાંથી ગાંધીનગર અને કર્ણાવતી સિવાયના રાજકોટ-જામનગર-જૂનાગઢ, ભાવનગર, વડોદરા, અને સુરત શહેર પ્રમુખ જાહેર કરી દેવાયા છે. જ્યારે વડોદરા જિલ્લો-ખેડા-પોરબંદર અને પંચમહાલને બાદ કરતા 29 જિલ્લા પ્રમુખો જાહેર કરી દેવાયા છે.

બીજી તરફ આજે બપોરથી વિવિધ શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખોના નામની જાહેરાતો શરૂ થઈ છે. તેમાં કેટલાક સ્થળે ભાજપે આશ્ર્ચર્ય સર્જયુ છે.

બપોર સુધીમાં જાહેર થયેલા નામોમાં જામનગર જિલ્લામાં રમેશભાઈ મુંગરાના સ્થાને ડો. વિનોદ ભંડેરીની નિમણુંક કરવામાં આવી છે. જ્યારે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલના સ્થાને ચંદુભાઈ મકવાણાને જવાબદારી સોંપી છે. વડોદરા શહેર ભાજપના પ્રમુખ પદે એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ ડેપ્યુટી રજીસ્ટ્રાર ડો. જયપ્રકાશ સોનીને મુકીને ભાજપે આશ્ર્ચર્ય સર્જયુ છે.

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ પણ બદલાયા છે. અને સાવલિયાના સ્થાને અતુલ કાનાણીની નિમણુંક કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં ગૌરવ રૂપારેલિયાની નિમણુંક કરાઈ છે.

Exit mobile version