આંતરરાષ્ટ્રીય
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઐતિહાસિક જીત તરફ
ભારતીય મૂળના ઉમેદવાર કમલા હેરિસને જંગી બહુમતીથી પાછળ છોડ્યા, 7 સ્વિંગ સ્ટેટમાંથી 6 રાજ્યોમાં ટ્રમ્પનો વિજય
અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી માટે મતદાન-કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. ડેમોક્રેટ કમલા હેરિસ અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. બંનેએ જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે.
એડિસન રિસર્ચના રિપોર્ટ અનુસાર એક અંદાજ અનુસાર ડેમોક્રેટ સારાહ મેકબ્રાઈડ અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટાનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર બની ગયા છે. તે ડેલાવેરની મહત્વની બેઠક પરથી ચૂંટણી જીત્યા હોવાનું મનાય છે. આ દરમિયાન રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પે 230 ઈલેક્ટોરલ કોલેજોમાં લીડ મેળવીને ચોંકાવી દીધા છે. જ્યારે ડેમોક્રેટ કમલા હેરિસ નર્વસ નાઈન્ટીથી આગળ વધતાં 205 સીટો પર લીડ મેળવીને હજુ ઘણાં પાછળ છે.
અમેરિકાના પ્રમુખની ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણો ચોંકાવનારા રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ ઈલેક્ટોરલ કોલેજ ટ્રેન્ડમાં એકબીજાને મજબૂત ટક્કર આપી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ 230 સીટો પર આગળ ચાલી રહ્યા છે તો કમલા હેરિસ પણ 205 સીટો પર આગળ ચાલી રહ્યા છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે 270 ઈલેક્ટોરલ કોલેજોના જાદુઈ આંકડાને બેમાંથી કોણ પહેલા સ્પર્શે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કુલ 538 ઈલેક્ટોરલ કોલેજો છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન બંને હરીફોનું સમગ્ર ધ્યાન સ્વિંગ સ્ટેટ્સ પર હતું. આ સ્વિંગ રાજ્યોમાંથી પેન્સિલવેનિયા કિંગમેકર બની શકે છે. વિશ્વની આ સૌથી જટિલ ચૂંટણી પ્રક્રિયામાં રાષ્ટ્રપતિ બનવા માટે બહુમતીનો આંકડો 270 છે. પરંતુ આગામી પ્રમુખ ઈલેક્ટોરલ કોલેજ દ્વારા જ ચૂંટવામાં આવશે. આવા સંજોગોમાં કડકડતી ઠંડી છતાં લાંબી કતારોમાં ઉભા રહેલા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રીપબ્લીકન પાર્ટીની સરકાર વાળા ચાર રાજ્યો ફ્લોરિડા, અલ્બામાં, મીસીસીપી અને ટેક્સાસના ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી સૌને ચોંકાવી દીધા છે.
ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ભારતને શું ફાયદો થશે
અમેરિકાના 47મા પ્રમુખ તરીકે જો રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઇ આવશે તો ભારતને વિવિધ લાભ થાય તેમ છે. પ્રથમ તો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે અંગત સ્તરે ગાઢ સંબંધો હોવાથી તેનો ફાયદો ભારતને મળે તેમ છે. ટ્રમ્પ જેમ અમેરિકા ફર્સ્ટમાં માને છે તેમ મોદી પણ ઇન્ડિયા ફર્સ્ટમાં માને છે. ટ્રમ્પ ચૂંટાઇ આવે તો ભારતના આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રમાં યુએસનો સહકાર વધશે. એ જ રીતે સપ્ટેમ્બરમાં ટ્રમ્પે ભારતની આયાત ટેરિફના મામલે ટીકા કરી હતી પણ મોદીને સારા મિત્ર ગણાવ્યા હોઇ આ મામલે પણ તેએો સાથે કામ કરી શકે છે. ટ્રમ્પ ચીન સામે ભારતને અનુકૂળ આવે તેવી નીતિઓ ધરાવે છે જેથી ક્વાડ મજબૂત બને તો તેમાં પણ ભારતને ફાયદો થાય તેમ છે.