ગુજરાત
યુવકના ગળામાંથી 4 સે.મી.ની પથરી કાઢતા ડોક્ટર ડેનિશ આરદેશણા
કાપ કૂપ વગર પથરીને ખુબ સાવધાનીથી બહાર કાઢી યુવકને દર્દમાંથી આપી રાહત
મેટોડાનો રહેવાસી 40 વર્ષીય યુવક છેલ્લા એક બે વર્ષથી મારા ગળાના ભાગમાં સોજો આવી જતો હતો અને દુખાવો થવાની ફરિયાદ રહેતી હતી. અનેક જગ્યાએ સારવાર છતાં ફેર જણાતા આરદેશણાની સલાહ લેવા જણાવ્યું યુવકે આરદેશણા હોસ્પિટલ આવ્યા, ડોકટરે તપાસ કરી શાંતિ પૂર્વક બધા પ્રશ્ર્નો તથા તકલીફો વિશે જણાવ્યું અને ત્યાર બાદ થોડા રિપોર્ટ કરાવ્યા, રિપોર્ટ આવ્યા અને રિપોર્ટના આધારે જાણવા મળ્યું કે, ગળાના ભાગમાં જીભની નીચેની લાળગ્રંથિમાં પથરી થઈ ગઈ છે.
સામાન્ય રીતે લાળગ્રંથિમાં પથરી થવી એ સામાન્ય વસ્તુ છે. જ અને તે પથરીની સાઈઝ દોઢથી બે એમએમ હોવી એ નોર્મલ છે. પરંતુ મારા રિપોર્ટ પ્રમાણે તે પથરીની સાઈઝ 4 સીએમ જેટલી જણાઈ છે. ખુબ જ મોટી કહેવાય, ડોકટર ડેનિશે રિપોર્ટ, તકલીફ અને તેના નિદાન વિશેની સંપૂર્ણ જાણકારી આપી અને બધુ વિગતવાર જણાવ્યું અને આ પથરીને ઓપરેશન વડે દૂર કરવાની સલાહ આપી.
રાજકોટના ખ્યાતનામ ડો. એવા ડેનિશ અરદેશણાએ કોઈપણ જાતનો બહારનાભાગમાં કાપો મુક્યા વિના ગળાના અંદરના ભાગથી જ ઓપરેશન કરીને આખી 4 સીએમની પથરીને તોડ્યા વિના બહાર કાઢી આથી ડોક્ટરે પોતાની આવડત અને કુશળતાથી આટલી જટીલ પથરીને ખુબ જ સાવધાની પૂર્વક બહાર કાઢીને મને આ તકલીફમાંથી રાહત આપી. ડો. આરદેશણા જણાવે છે કે કોઈ પણ વ્યક્તિને ગળાના ભાગમાં લાંબા સમયથી સોજો અથવા દુખાવો રહેતો હોય તો તાત્કાલીક નજીકના કાન, નાક, ગળાના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને વહેલી તકે તેનું નિદાન કરાવવું જેથી કરીને આવી મોટી સમસ્યા ના સર્જાઈ શકે.