ગુજરાત
રાજકોટ માર્કેટ યાર્ડમાં સંભવિત તા.30મીથી દિવાળી તહેવારની રજા
રાજકોટ માર્કેટ યાર્ડમાં હાલ મગફળી સહિનતી મબલખ આવક થઈ રહી છે. દિવાળી તહેવાર ચાલી રહ્યો હોય ખેડુતોને આર્થિકતંગી ન પડે અનેતહેવાર સારો જાય તે માટે સતત માલ આવી રહ્યો છે. ત્યારે દિવાળી તહેવારને લઈનેયાર્ડમાં તા. 30 ઓક્ટોબરથીસંભવિત તા. 5 નવેમ્બર સાત દિવસની રજા પડી શકે છે. તેમ યાર્ડના સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. આગામી દિવસોમાં યાર્ડના સતાધીશો દ્વારા સતાવાર પરિપત્ર જાહેર કરવામાં આવશે. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં સાત દિવસનું દિવાળી વેકેશન રહેશે જેમાં ધન તેરસે હરરાજી થયા બાદ યાર્ડનું કામકાજ બધં થશે ત્યારબાદ લાભ પાંચમે મુહર્તના સોદા સાથે યાર્ડ ખુલશે.
મુખ્ય બેડી યાર્ડમાં 7 દિવસ સુધી હરરાજી સહિતના કામકાજ બધં રહેશે.વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના રાજકોટ કમિશન એજન્ટસ એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કમાણી દ્રારા રજુ કરાયેલી માંગણીને પગલે ચેરમેન જયેશભાઇ બોઘરા દ્રારા આ અંગે ટૂંક સમયમાં નિર્ણય કરાશે અને સેક્રેટરી બી.આર.તેજાણી દ્રારા પરિપત્ર પ્રસિધ્ધ કરી ખેડૂતો, વેપારીઓ અને કમિશન એજન્ટસ સહિત સૌને સત્તાવાર જાણ કરાશે.