Site icon Gujarat Mirror

જિલ્લા પંચાયતની કારોબારી દ્વારા રૂા. 30.55 કરોડના 51 કામોને મંજૂરી

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની એક મહત્વની બેઠક સોમવાર, 19 જાન્યુઆરી 2026ના રોજ યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે કુલ રૂૂ. 30.55 કરોડના ખર્ચે 51 જેટલા વિવિધ કામોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી સૌથી વધુ રૂૂ. 23.10 કરોડના ખર્ચે 32 કામો મંજૂર કરાયા છે. જેમાં 12 નવી આંગણવાડીઓ, 32 નવી ગ્રામ પંચાયત બિલ્ડીંગો, 1 પશુ દવાખાનાનું બિલ્ડીંગ અને 19 રસ્તાઓના કામોનો સમાવેશ થાય છે. કુલ 15 કામો માટે રૂૂ. 7.41 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

જેમાં ચેકડેમ, કોઝ-વે, તળાવના બ્યુટીફિકેશન અને નહેર રિપેરીંગના કામોનો સમાવેશ થાય છે.પશુપાલન શાખા માટે નવા કોમ્પ્યુટર-પ્રિન્ટરની ખરીદી અને જિલ્લામાં 7 નવા પશુ દવાખાના સ્થાપવા મંજૂરી અપાઈ છે. આરોગ્ય શાખા હસ્તકના જર્જરિત મકાનોને ઉતારી પાડવા અને નવા PHC/UPHC માટે બાયોમેડિકલ વેસ્ટ નિકાલની વ્યવસ્થાને પણ બહાલી અપાઈ છે.

કારોબારી સમિતિના ચેરમેન પી.જી. ક્યાડા બીમારીના કારણે ગેરહાજર રહેતા, બેઠકનું સંચાલન કાર્યકારી અધ્યક્ષ વિરલભાઈ પી. પનારા દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીઅનંદુ સુરેશ ગોવિંદ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ વિવિધ શાખાના અધિકારીઓ અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

વિકાસ કામોની સાથે સાથે જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગમાં સ્થળાંતર દરમિયાન થયેલા ખર્ચનો વિવાદ પણ કેન્દ્રસ્થાને રહ્યો હતો. આ મામલે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સ્થળાંતર ખર્ચ અંગેની તપાસ હવે પૂર્ણ થવાના આરે છે. કાર્યપાલક ઈજનેર ટૂંક સમયમાં આ અંગેનો સત્તાવાર રિપોર્ટ સોંપશે.નોંધનીય છે કે, 1 કરોડથી વધુના ખર્ચના કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાંથી હાલ માત્ર 19 લાખનો જ હિસાબ મળ્યો છે. બાકીના તમામ બિલોની ઝીણવટભરી તપાસ છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ આ વિવાદિત ખર્ચની સત્યતા બહાર આવશે.
યુવાનને નશાકારક વસ્તુ સુંઘાડી બેભાન કર્યો હતો, પોલીસે આરોપીને પકડયો: આરોપી સામે અપહરણ, હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો

Exit mobile version