ગુજરાત
ટ્રાફિકમાં નડતરરૂપ જિલ્લા પંચાયત ચોક, અમૂલ અને સોરઠિયાવાડી સર્કલ તોડી પડાયા
પ્રારંભિક ધોરણે 8 સર્કલ ટૂંકા કરાશે, કુલ 22 સર્કલો અંગે નિર્ણય લેવાયો
રાજકોટ શહેરની વકરતી ટ્રાફીક સમસ્યાના હલ માટે વર્ષો પહેલા બની ગયેલા ટ્રાફીક સર્કલોમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે. સર્કલની ગોળાઇ ટૂંકી કરવા માટે એજન્સી દ્વારા રીપોર્ટ તૈયાર કરાયેલ જે અંતર્ગત પ્રથમ આઠ સર્કલો તોડવાનો નિર્ણય લઇ બે દિવસ પહેલા બે સર્કલ તોડ્યા બાદ ગઇકાલે જિલ્લા પંચાયત ચોકનું સર્કલ તોડવામાં આવેલ અને આજે 80 ફૂટ રોડ ઉપર આવેલ સોરઠીયાવાડી અને અમુલ સર્કલ ટૂંકુ કરવા માટે હાલનું સર્કલ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
રાજકોટ શહેરમાં વર્ષો જુના સર્કલો ટૂંક કરવા માટે અનેક રજુઆતો આવેલ જેના પગલે મહાનગરપાલિકા દ્વારા એજન્સીની નિમણુંક કરી દરેક સર્કલો ઉપરથી પસાર થતા વહાનોની સંખ્યા તેમજ ક્યા પ્રકારના વાહનો પસાર થઇ રહ્યા છે. તેમજ દરેક વહાનોને સર્કલ પરથી વળાંક લેતી વખતે ક્યા પ્રકારની તકલીફોનો સમાનો કરવો પડી રહ્યો છે તેનો સર્વે કરવામાં આવેલ જેના રીપોર્ટમાં 22થી વધુ સર્કલોમાં ફેરફાર કરવાની રીપોર્ટમાં સૂચના આપવામાં આવી છે. આથી મહાનગરપાલિકા ટ્રાફીકથી ધમધમતા 8 સર્કલોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં રૈયા ટેલીફોન એક્સચેન્જ સર્કલ, ગ્રીનલેન્ડ સર્કલ, ભક્તિનગર સર્કલ, આજીડેમ સર્કલ, સોરઠિયાવાડી સર્કલ, ચુનારાવાડ સર્કલ, જિલ્લા પંચાયત સર્કલ, અમુલ સર્કલ અને કોટેચા ચોક સર્કલને નિયમુજબનું કરવાની તૈયારી આરંભી પ્રથમ રૈયા ટેલીફોન એક્સચેન્જને તોડવામાં આવેલ ત્યાર બાદ કોટેચા ચોક સર્કલની કામગીરી શરૂ કરાઇ છે ગઇ કાલે જિલ્લા પંચયાત સર્કલને તોડી નિયમુજબનું બનાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જ્યારે આજરોજ 80 ફૂટ રોડ પર આવેલ સોરઠીયાવાડી અને અમુલ સર્કલને તોડવાની પ્રક્રિયા સવારથી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. આગામી દિવસોમાં વધુ 14 સર્કલોની કામગીરી હાથ ધરાશે તેમ ટ્રાન્સફોટ વિભાગમાંથી જાણવા મળેલ છે.