કમલેશ કોઠીવારને વોર્ડ નં.13ના બદલે 12માં ટિકિટ અપાતા જયાબેન ડાંગર નારાજ, વોર્ડ નં.15ના જીજ્ઞેશ રામાવતનું રાજીનામું
“ભાજપ છોડનાર દેવુબેન જાદવ, નયનાબા જાડેજા, જીતેન્દ્ર રૈયાણી, રણજીત મુંધવા, સંજય અજુડીયા સહિતના કોંગ્રેસની ટિકિટ”
“રાજાણી- સાગઠીયા-દાવદાણી- ગાયત્રીબા સહિતના સિનિયરોના નામ પ્રથમ લિસ્ટમાંથી ગાયબ”
રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી માટે રાજકીય પક્ષોએ ઉમેદવારો ફાઇનલ કરવા રાત ઉજાગરા શરૂ કર્યા છે અને આજથી ફોર્મ ભરવાનું શરૂ થાય તે પહેલા આમ આદમી પાર્ટીએ રાજકોટની 72 બેઠકમાંથી 55 ઉમેદવાર જાહેર કરી દીધા છે તો કોંગ્રેસે પણ 40 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. સતાધારી પક્ષ ભાજપ દ્વારા પણ કાલ સુધીમાં પ્રથમ યાદી જાહેર કરવામાં આવે તેવી શકયતા છે.
કોંગ્રેસે ગઇકાલે સાંજે યાદી બહાર પાડતા જ અસંતોષ અને નારાજગી પણ સપાટી ઉપર આવી છે. તો ભાજપમાં યાદી જાહેર થાય તે પહેલા ટિકિટ કાપવા માટેના કાવાદાવા શરૂ થઇ ગયા છે અને પૂર્વ કોર્પોરેટર હિરેન ખીમાણીયા વિરૂધ્ધ પત્રીકા વાયરલ કરવામાં આવી છે.
કોંગ્રેસના વોર્ડ નં.13ના પુર્વ કોર્પોરેટર જયાબેન ડાંગર નારાજ થયા છે. તેમણે સુચવેલ ઉમેદવાર કમલેશ કોઠીવારને વોર્ડ નં.1ના બદલે વોર્ડ નં.12માં ટિકિટ આપતા જયાબેન નારાજ હોવાનું જાણવા મળે છે.
આ ઉપરાંત વોર્ડ નં.15ના કાર્યકર જીજ્ઞેશ રામાવતે પણ ઉમેદવારોની પસંદગી સામે નારાજગી વ્યકત કરી પાર્ટીને રામરામ કરી દીધા છે.
જયારે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા દેવુબેન જાદવને પણ ટિકિટ આપવામાં આવી છે. જો કે, વશરામ સાગઠીયા, ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, મકબુલ દાવદાણી સહીતના નેતાઓના નામ પહેલા લિસ્ટમાં નથી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે સાત મનપાના પોતાના ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 243 ઉમેદવારોના નામનો સમાવેશ કરાયો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર અને સાત મનપા માટે કોંગ્રેસે આ યાદી જાહેર કરી છે. જેમાં રાજકોટમાં 40 ઉમેદવારો, જ્યારે જામનગરમાં 18 નામો અને અમદાવાદમાં 93 નામોની જાહેરાત કરાઈ છે. જ્યારે જામનગરમાં 18 ઉમેદવાર, ભાવનગરના 25, સુરતના 26 ઉમેદવાર, મોરબીના 23, વડોદરાના 18 મળી કુલ 243 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ત્યારે આ યાદી જાહેર થતા જ રાજકીય હલચલ શરૂૂ થઈ ચૂકી છે.
ખાસ રાજકોટ મનપાની વાત કરીએ તો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટમાં 72 પૈકી 40 જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. જેમાં ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા દેવુબેન જાદવને પણ ટિકિટ અપાઈ છે. કોંગ્રેસે વોર્ડ નંબર 16ના તમામ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જંગલેશ્વર વિસ્તાર વોર્ડ નંબર 16નો ભાગ છે. જ્યાં થોડા સમય પૂર્વે તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર 15માં હજુ પણ ખેંચતાણ યથાવત જોવા મળી રહી છે. કેમ કે વોર્ડ નંબર 15, વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 11માં એક પણ ઉમેદવારના નામની જાહેરાત પ્રથમ યાદીમાં નહીં.
કોંગ્રેસના 40 ઉમેદવારોની યાદી
વોર્ડ નં.1 રમેશભાઇ ઝુન્ઝા (ભરવાડ)
વોર્ડ નં.2 ગીતાબેન પરમાર
વોર્ડ નં.2 નયનાબા જાડેજા
વોર્ડ નં.2 સલીમભાઇ કરિયાણી
વોર્ડ નં.4 શીતલબેન પરમાર
વોર્ડ નં.4 કલ્પનાબેન ગોસ્વામી
વોર્ડ નં.4 ઠાકરશીભાઇ ગજેરા
વોર્ડ નં.4 દિપકભાઇ મકવાણા
વોર્ડ નં.5 હંસાબેન સોનારા
વોર્ડ નં.5 રૈયાભાઇ બાંભાવ
વોર્ડ નં.5 જીતેન્દ્રભાઇ રૈયાણી
વોર્ડ નં.6 દક્ષાપીન મકવાણા
વોર્ડ નં.6 દેવુબેન જાદવ
વોર્ડ નં.6 શૈલેષભાઇ સાકરીયા
વોર્ડ નં.6 ઉકેશભાઇ રબારી
વોર્ડ નં.8 રણજીતભાઇ મુંધવા
વોર્ડ નં.9 ગીરીશભાઇ ઘરસંડિયા
વોર્ડ નં.10 ભાર્ગવીબા દેવેન્દ્રસિંહ ગોહેલ
વોર્ડ નં.10 ભાવેશભાઇ ચૌહાણ
વોર્ડ નં.10 ડો.રતિલાલ ડોબરીયા
વોર્ડ નં.12 ઉર્વશીબેન જાડેજા
વોર્ડ નં.12 કમલેશભાઇ કોઠીવાળ
વોર્ડ નં.12 સંજયભાઇ અજુડીયા
વોર્ડ નં.13 અંજનાબેન પંચાસરા
વોર્ડ નં.13 શાંતાબેન મકવાણા
વોર્ડ નં.13 મેપાભાઇ કણસાગરા
વોર્ડ નં.13 સુનીલભાઇ ચાવડીયા
વોર્ડ નં.14 સરયુબેન શિયાણી
વોર્ડ નં.14 પ્રિતેશભાઇ ચાવડીયા
વોર્ડ નં.14 અનિશભાઇ જોશી
વોર્ડ નં.16 રસીલાબેન ગેરૈયા
વોર્ડ નં.16 દિપ્તીબેન સોલંકી
વોર્ડ નં.16 મહિપાલભાઇ ચૌહાણ
વોર્ડ નં.16 ઇબ્રાહીમભાઇ સોરા
વોર્ડ નં.17 ગાયત્રીબેન ભટ્ટ
વોર્ડ નં.17 યોગીતાબેન જાડેજા
વોર્ડ નં.17 શૈલેષભાઇ રૂપાપરા
વોર્ડ નં.18 માનસીબેન અંકિતભાઇ બુટાણી
વોર્ડ નં.18 રવિભાઇ જીતીયા
વોર્ડ નં.18 નીતિનભાઇ ભંડેરી

