Site icon Gujarat Mirror

પંડ્યા બંધુઓ વચ્ચે વિવાદ? હાર્દિકે કૃણાલને જન્મદિવસની શુભેચ્છા ન પાઠવી

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના મોટા ભાઈ કૃણાલ પંડ્યાએે 24 માર્ચના પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ જન્મદિવસની ઉજવણીમાં સ્ટાર ઓલરાઉન્ડર પર લોકોએ શુભેચ્છાઓનો વરસાદ કરી દીધો હતો. કૃણાલ પંડ્યાના આ જન્મદિવસની યાદમાં તેની પત્ની પંખુરી શર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેને શુભેચ્છા પાઠવી છે. પંખુરીએ પોતાના જીવનસાથીને શુભેચ્છા આપતાં લખ્યું કે, “તારા જન્મદિવસે, હું તને યાદ અપાવવા માંગું છું કે તું કેટલો અદ્ભુત છે. તારામાં રહેલી તાકાત, જીવન તારી સામે જે કંઈ પણ લાવે છે તે દરેક વસ્તુને તું જે શાંતિ અને હિંમતથી સામનો કરે છે…” ક્યારેક કઠોર લાગતી આ દુનિયામાં પણ તું દયાળુ, વિચારશીલ અને પ્રેમાળ રહે છે. અને આપણા બાળકો માટે તું જ તેમનું સંપૂર્ણ વિશ્વ છે.

પત્ની પંખુરી શર્માની આ હૃદયસ્પર્શી પોસ્ટ પર કૃણાલ પંડ્યાએ પછીથી””Thank you so much love”” એવી પ્રતિક્રિયા આપી છે. ત્યાં સુધી કે કૃણાલ પંડ્યાની ફ્રેન્ચાઈઝી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પણ સ્ટોરી પોસ્ટ કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. પરંતુ મોટા ભાઈના જન્મદિવસ નિમિત્તે હાર્દિક પંડ્યા સંપૂર્ણપણે શાંત જોવા મળ્યા. તેના દ્વારા કોઈ પ્રતિક્રિયા ન મળતાં ફરી બંને ભાઈઓ વચ્ચે બધું ઠીક ન હોવાની લોકો અટકળો લગાવી રહ્યા છે. હંમેશા સાથે જોવા મળતા બંને ભાઈ ઘણા દિવસોથી સાથે સ્પોટ થયા નથી. જેના કારણે સોશિયલ મીડિયા પર પણ પંડ્યા બ્રધર્સ વચ્ચે કંઈક મોટો ઝઘડો થયો હોવાની લોકો અટકળો લગાવી રહ્યા છે. જો કે પંડ્યા બંધુઓ વચ્ચે આ વિવાદ પાછળનું કારણ શું છે તે હજુ જાણી શકાયું નથી.

Exit mobile version