Site icon Gujarat Mirror

વેરાવળ, તાલાલા અને સૂત્રાપાડા પંથકમાં કાલે PGVCL દ્વારા ડીશકનેક્શન ડ્રાઇવ

બાકીદારોએ તાત્કાલિક ધોરણે બિલ ચૂકવવા અનુરોધ

PGVCL વિભાગીય કચેરી, વેરાવળના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વેરાવળ, તલાલા અને સૂત્રાપાડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ વીજ ગ્રાહકોને કે જેમના વીજ બિલ બાકી છે, તેઓએ તાત્કાલિક અસરથી પોતાનું બાકી વીજ બિલ ઓનલાઈન માધ્યમ દ્વારા અથવા સંબંધિત કચેરી ખાતે રુબરુ જઈ ભરપાઈ કરી દેવું.
તા. 24-03-2026 (મંગળવાર)ના રોજ વેરાવળ વિભાગીય કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં ટીમો દ્વારા બાકીદાર ગ્રાહકો વિરુદ્ધ વીજ જોડાણ કપાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ માટે વિભાગ દ્વારા મહત્વપૂર્ણ સૂચનાઓ જારી કરવામાં આવી છે જે મુજબ, સ્થળ પર કોઈપણ પ્રકારની પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં. વીજ જોડાણ કપાયા બાદ પુન: જોડાણ મેળવવા માટે સંપૂર્ણ બાકી બિલ તેમજ રી-કનેક્શન ચાર્જ ભરવો ફરજિયાત રહેશે.

આથી તમામ બાકીદાર ગ્રાહકોને અનાવશ્યક અસુવિધા તથા વધારાના ખર્ચથી બચવા તાત્કાલિક બિલની ભરપાઈ કરી PGVCLને સહકાર આપવા કાર્યપાલક ઇજનેર PGVCL, વિભાગીય કચેરી, વેરાવળ દ્વારા અનુરોધ કરાયો છે.

Exit mobile version