ગુજરાત
તિરૂવનંતપુરમ, ગુવાહાટી, કોલકાતા, કોચી જવા અમદાવાદ એરપોર્ટથી સીધી ફ્લાઈટ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ચાર શહેરોમાં સીધી ફ્લાઈટ ઉડશે. આમાં, દીમાપુરના વન-સ્ટોપ કનેક્શનની સાથે, ગુવાહાટી, તિરુવનંતપુરમ, કોચી અને કોલકાતા માટે ફ્લાઇટ્સ શરૂૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. એરપોર્ટ મેનેજમેન્ટ કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડે જણાવ્યું હતું કે આ શહેરો સાથે સીધી અને સારી કનેક્ટિવિટી માટે ફ્લાઈટ્સની જાહેરાત કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્તર-પૂર્વના રાજ્યોની ફ્લાઈટ કનેક્ટિવિટીમાં સુધારો થયો છે. સરકાર ઉત્તર-પૂર્વમાં એરપોર્ટ અને અન્ય માળખાકીય સુવિધાઓના વિસ્તરણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આવી સ્થિતિમાં અમદાવાદથી ગુવાહાટીની સીધી ફ્લાઈટની સુવિધા એક મોટું વરદાન સાબિત થઈ શકે છે, કારણ કે ગુવાહાટીને ઉત્તર-પૂર્વીય ક્ષેત્રનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે.
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (અઈંઅક) સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (અખઉ)નું સંચાલન કરે છે. અઈંઅક અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ હેઠળ કાર્ય કરે છે, જે અદાણી એન્ટરપ્રાઇઝની પેટાકંપની છે, જે વૈવિધ્યસભર અદાણી ગ્રૂપની મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર શાખા છે.