Site icon Gujarat Mirror

પશુઓને અપાતા અનધિકૃત ઈન્જેક્શન સાથે ધોરાજીના શખ્સની ધરપકડ

ધોરાજીમાં ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડીને દુધાળા પશુઓને વધુ દુધ આપે તે માટે અનઅધિકૃત રિતે અપાતા ઓક્શીટોશીન ઈન્જેક્શનના જથ્થા સાથે ધોરાજીના મેમણ શખ્સની ધરપકડ કરી તેની પાસેથી અનઅધિકૃત ઈન્જેક્શનના નાના-મોટા 1659 બોક્સ ઈન્જેક્શનનો જથ્થો કબ્જે કર્યો હતો.

મળતી વિગતો મુજબ ધોરાજીમાં દુધાળા પશુ વધુ દુધ આપે તે માટે અનઅધિકૃત રીતે અપાતા ઓક્શીટોશીન ઈન્જેક્શન ગેરકાયદેસર રીતે એક શખ્સ વહેંચતો હોય જે અંગગેની બાતમી ગ્રામ્ય એલસીબીને મળતા પીઆઈ વી.વી. ઓડેદરાના ર્માદર્શન હેઠળ તેમની ટીમે દરોડો પાડ્યો હતો અને ધોરાજીના ફયાઝ આરીફભાઈ વાલોરિયા નામના મેમણ શખ્સની ધરપકડ કરી પશુઓને અનઅધિકૃત રીતે અપાતા ઓક્શીટોશીન ઈન્જેક્શન 1359 બોક્સ ઈન્જેક્શન કબ્જે કર્યા હતાં. રૂા. 2.85 લાખના ઈન્જેક્શનના જથ્થા સાથે ઝડપાયેલા ફયાઝની વિશેષ પુછપરછ શરૂ કરવામાં આવી છે.

જિલ્લા પોલીસવડા હિમકર સિંહની સુચનાથી એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઈ કે.એમ. ચાવડા, પીએસઆઈ એચ.સી. ગોહિલ, પીએસઆઈ પી.એન. ટોટા, સાથે સ્ટાફના બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અનિલભાઈ બળકોદિયા, દિવ્યેશભાઈ ભુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમાર, શક્તિસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા, કૌશિકભાઈ જોશીએ કામગીરી કરી હતી.

Exit mobile version