ધોરાજીના ખેડૂતો ડીઝલની અછત અને મોંઘવારી વચ્ચે હાથે હળ ચલાવી ખેતર ખેડવા મજબૂર

ડીઝલના ભાવમાં ઘટાડો કરી પૂરતા પ્રમાણમાં જથ્થો આપવા ખેડૂતોની સરકારને આજીજી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતો હાલ અનોખા સંઘર્ષનો સામનો કરી રહ્યા છે. ચોમાસું નજીક આવી…

ડીઝલના ભાવમાં ઘટાડો કરી પૂરતા પ્રમાણમાં જથ્થો આપવા ખેડૂતોની સરકારને આજીજી

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતો હાલ અનોખા સંઘર્ષનો સામનો કરી રહ્યા છે. ચોમાસું નજીક આવી રહ્યું છે અને વાવણીનો સમય પાક્યો છે, પરંતુ ડીઝલની અછત અને આસમાને પહોંચેલા ભાવને કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે. ડીઝલ ન મળતા ધોરાજીના ખેડૂતો હાથે હળ ચલાવીને ખેતર ખેડવા મજબૂર બન્યા છે.

ધોરાજીના ખેડૂતો માટે હાલ સ્થિતિ દયનીય બની ગઈ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે એક તરફ ડીઝલ નથી મળતું અને બીજી તરફ ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે તેઓ પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા જાય છે, ત્યારે તેમને ડીઝલ આપવાની ના પાડી દેવામાં આવે છે. ખેડૂતો આકરી ગરમીમાં પણ જાત મહેનત કરીને ખેતર ખેડવા મજબૂર બન્યા છે.

હાલ ખેતી ની સીઝન હોય, ડીઝલમાં ભાવ વધારો તેમજ મોંઘવારીને કારણે હવે રસ્તો શું લેવો? ડીઝલ નથી મળતું, ભાવ વધી રહ્યા છે. પંપ પર પણ ડીઝલ આપવાની ના પાડે છે. આજે હું જાતે હાથે હળ ચલાવી રહ્યો છું. ચોમાસું નજીક આવી ગયું છે, શું કરવું એ સમજાતું નથી ખેડૂતોની સરકાર પાસે આજીજી છે કે જો ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવે અને સુવિધા વધારવામાં આવે, તો જ ખેડૂતો આ મુશ્કેલીમાંથી બહાર આવી શકે તેમ છે. આસમાને પહોંચેલી મોંઘવારી અને ડીઝલની અછતે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે.આજે મારે હાથે હળ ચલાવવું પડ્યું છે.

ખેતીમાં ડીઝલ મળતું નથી. પેટ્રોલ પંપ પર જઈએ તો 200 લીટર ડીઝલ ભરવાની વાત કરે છે, પણ 20 લીટર પણ ભરવા દેતા નથી. આકરી ગરમીમાં આટલી તકલીફ પડે છે, સરકાર હવે શું કરશે? ખેડૂતો જણસના ભાવ પણ પૂરતા નથી મળી રહ્યા, આજે ખેડૂતની સ્થિતિ દયનીય બની છે. તંત્ર અને સરકાર આ બાબતે ખેડૂતોની મદદ માટે શું પગલાં લે છે તે જોવું રહ્યું. શું ખેડૂતોની આ મુશ્કેલીનો ઉકેલ આવશે કે પછી તેમને આ રીતે જ સંઘર્ષ કરવો પડશે?