રાજ્યપોલીસ વડા વિકાસ સહાય ગઈકાલે રાજકોટ આવ્યા બાદ રાજ્યકક્ષાની ક્રાઈમ કોન્ફરન્સ યોજી રાજકોટ રેન્જ આઈજીપી કચેરીના વાર્ષિક ઈન્ફેક્શન માટે ગયા હતા જ્યાં રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારાતેમનું સ્વાગત કરવામાં આવ્યુ ંહતું. રાજકોટ રેન્જના પાંચ જિલ્લાના પોલીસ વડાની ઉપસ્થિતિમાં ગાર્ડ ઓફ ઓનર સાથે ડીજીપી વિકાસ સહાયનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આઈજીપી કચેરીના વાર્ષિક ઈન્પેક્શન સાથે રાજ્ય પોલીસવડાએ પાંચ જિલ્લાના એસપી સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી અને જરૂરી સુચનો આપ્યા હતાં.
રાજ્યપોલીસવડા વિકાસ સહાય આઈજીપી કચેરીએ વાર્ષિક ઈન્પેક્શન માટે પહોંચ્યા હતા ત્યાર બાદ તેમણે રાજકોટ રેન્જ આઈજીપી અશોક કુમાર યાદવ તથા પાંચ જિલ્લાના પોલીસવડા જેમાં રાજકોટ એસપી હિમકર સિંહ, જામનગર એસપી પ્રેમસુખ ડેલુ, દેવભૂમિ દ્વારકાના એસપી મિતેષ પાંડે, સુરેન્દ્રનગર એસપી ડો. ગીરીશ પંડ્યા તથા મોરબી એસપી રાહુલ ત્રિપાટીની ઉપસ્થિતિમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી અને રાજકોટ રેન્જની કામગીરી અંગેની સમિક્ષા કરવામાં આવી હતી. રાજકોટ રેન્જના પાંચ જિલ્લાના એસપીથી લઈ પોલીસ કોન્સ્ટેબલ સુધીના 41 કર્મચારીઓ કે જેમણે શ્રેષ્ઠ કામગીરી કરી હોય તેમનું રાજ્યપોલીસવડાના હસ્તે પ્રશંસા પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને તેમની કામગીરી બદલ રાજ્યપોલીસવડાએસન્માનિત કર્યા હતાં.

