Site icon Gujarat Mirror

કૈલાશ સોસાયટીમાં ગૃહકલેશથી દેરાણી-જેઠાણીએ ફિનાઇલ પીધું

શહેરમા નાના મવા સર્કલ પાસે આવેલા કરણ પાર્ક મેઇન રોડ પર કૈલાશ સોસાયટીમા દેરાણી – જેઠાણીએ ઝઘડો થતા ફીનાઇલ પી લીધુ હતુ . બંનેને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવી હતી. જેઠાણીનાં ઘરે ફીનાઇલ સાથે પહોંચેલી દેરાણીએ ઝઘડો કરી પોતે ફીનાઇલ પી લીધુ હતુ. અને 10 વર્ષની પુત્રીને પીવડાવે તે પુર્વે દેરાણીએ બોટલ આચકી ઘુટડા મારી લીધા હતા તે દરમ્યાન દેરાણી ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દેરાણી – જેઠાણી વચ્ચે ચાલતા ગૃહ કલેશમા બઘડાટી બોલી હોવાનુ જાણવા મળ્યુ છે.

આ બનાવ અંગે પોલીસ માથી જાણવા મળતી વિગત મુજબ નાના મવા સર્કલ પાસે આવેલા કરણ પાર્ક મેઇન રોડ પર કૈલાશ સોસાયટીમા રહેતી કુશુમબેન કલ્પેશભાઇ પરમાર (ઉ.વ. 33 ) અને તેની દેરાણી ચંદ્રીકાબેન ઉપેનભાઇ પરમાર (ઉ.વ. 3ર ) રહે. સ્પીડ વેલ પાર્ટી પ્લોટ શ્રીનાથજી ટાઉનશીપ) એ રાત્રીનાં અગ્યારેક વાગ્યાનાં અરસામા કોઇ અગ્મ્ય કારણસર ફીનાઇલ પી લેતા સારવાર માટે ખસેડવામા આવી હતી.

પ્રાથમીક પુછપરછમા કુસુમબેન પરમાણ અને તેની દેરાણી ચંદ્રીકાબેન પરમાર વચ્ચે ઝઘડા ચાલે છે જેનો ખાર રાખી ચંદ્રીકાબેન પોતાની પુત્રીને લઇને ફીનાઇલની બોટલ સાથે જેઠાણી કુસુમબેન પરમારનાં ઘરે પહોંચી હતી. જયા દેરાણી – જેઠાણી વચ્ચે બોલાચાલી થતા ચંદ્રીકાબેન પરમારે ફીનાઇલ પી લીધુ હતુ અને 10 વર્ષની પુત્રીને ફીનાઇલ પીવડાવે તે પુર્વે કુસુમબેન પરમારે ફીનાઇલની બોટલ ઝુટવી લઇ ફીનાઇલ પી લીધુ હતુ બાદમા ચંદ્રીકાબેન પરમારે ગળેફાંસો ખાવાની કોશીષ કરી હતી. પરંતુ હાજર પરીવારજનો દ્વારા દેરાણી – જેઠાણીને સારવાર માટે ખસેડવામા આવી હોવાનુ જાણવા મળ્યુ છે આ બનાવ અંગે માલવીયા નગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version