ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને વધુ 03 દિવસના પેરોલ

સિરસાના ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને આજે ફરી એકવાર 30 દિવસ માટે પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે. રામ રહીમ હાલમાં રોહતકની સુનારિયા…

સિરસાના ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને આજે ફરી એકવાર 30 દિવસ માટે પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે. રામ રહીમ હાલમાં રોહતકની સુનારિયા જેલમાં સજા કાપી રહ્યો છે. વર્ષ 2017માં જેલ ગયા પછી રામ રહીમને મળેલી આ 16મી કામચલાઉ મુક્તિ છે. આ અગાઉ, ચાલુ વર્ષે 5 જાન્યુઆરી, 2026ના રોજ શાહ સતનામ સિંહની જન્મજયંતિ નિમિત્તે તેને 40 દિવસના પેરોલ આપવામાં આવ્યા હતા. વર્ષ 2026માં ડેરા વડાને મળેલી આ બીજી પેરોલ છે.

જેલના રેકોર્ડ અનુસાર, કેદી નંબર 8647/ઈ ધરાવતા રામ રહીમે પોતાની 20 વર્ષની સજાના 3,193 દિવસોમાંથી આશરે 406 દિવસ જેલની બહાર વિતાવ્યા છે. આ નવા 30 દિવસના પેરોલની સાથે જ રામ રહીમે ’હરિયાણા ગુડ ક્ધડક્ટ પ્રિઝનર્સ (ટેમ્પરરી રિલીઝ) એક્ટ, 2022’ હેઠળ વર્ષ 2026 માટે મળતી 10 અઠવાડિયાની મહત્તમ પેરોલ મર્યાબી પૂર્ણ કરી લીધી છે. પેરોલના નિયમ મુજબ કેદી એક કેલેન્ડર વર્ષમાં કુલ 10 અઠવાડિયા માટે પેરોલ મેળવી શકે છે, જેને વધુમાં વધુ બે ભાગમાં વહેંચી શકાય છે. રામ રહીમે જાન્યુઆરીમાં 40 દિવસ અને હવે 30 દિવસ મેળવીને આ કોટા પૂર્ણ કર્યો છે. જયારે ફર્લો (રજા) ના નિયમ મુજબ કેદી વર્ષમાં ત્રણ અઠવાડિયાની ફર્લો (રજા) મેળવી શકે છે, જેને ટુકડાઓમાં વહેંચી શકાતી નથી. ડેરા પ્રમુખ આ વર્ષે હજુ પણ આ ત્રણ અઠવાડિયાની રજાનો લાભ લઈ શકે છે.