Site icon Gujarat Mirror

જેતપુરના આરબટીંબડી ગામે સરકારી જમીન ઉપર કબજો કરનાર કુખ્યાત ગુનેગારના બે મકાનનું ડિમોલિશન

રેવન્યુ વિભાગને સાથે રાખી બુલડોઝર ફેરવી દઈ 28 લાખ 16 હજારની સરકારી જમીન ખુલ્લી કરાઈ

જેતપુર તાલુકાના આરબટીંબડી ગામે સરકારી ખરાબાની જમીન ઉપર કબજો કરનાર અનેક ગુનામાં સામલે નામચીન શખ્સના ગેરકાયદેસર દબાણ તથા બાંધકામો ઉપર જેતપુર તાલુકા પોલીસે રેવન્યુ વિભાગને સાથે રાખી બુલડોઝર ફેરવી દઈ દબાણ હટાવી કિ.28 લાખ 16 હજારની સરકારી જમીન ખુલ્લી કરવામા આવી હતી.રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અસામાજીક ઇસમોની યાદી કરી આવા શખ્સો સામે અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ અને જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા શરીર સંબંધી ગુનાઓ તથા વ્યાજખોરો, ખંડણી, જુગાર-પ્રોહી જેવી ગેરકાયદેસર પ્રવૃતી વારંવાર કરતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરાવી આવા ગુનેગારોના ગેરકાયદેસર કરેલ રહેણાંક મકાન ,બાંધકામ, તથા તેમા ગેરકાયદેસર લીધેલ વીજ જોડાણ અંગે તેમજ આવા ગુનેગારો વિરૂૂદ્ધ ગુનાહિત ઇતિહાસ ચકાસી તેના વિરૂૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામા આવેલ હોય જે અન્વયે જેતપુરના ડીવાયએસપી આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ.હેરમા તથા સ્ટાફ દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો અને અસામાજિક પ્રવ્રુતિ સાથે સંકળાયેલ નામચીન ધર્મેશ ઉર્ફે ધમો બાવનજીભાઇ મકવાણા દ્વારા આરબાટીંબડી ગામે સરકારી ખરાબાની સર્વે નં.130મા બનાવેલ બે મકાન જેનુ ક્ષેત્રફળ 160 ચો.મી. થાય છે જેની કિમત 28 લાખ 16 હજાર જે અનઅધિક્રુત બાંધકામ કરેલ દબાણ રેવન્યુ વિભાગને સાથે રાખી દબાણ હટાવી સરકારી જમીન ખુલ્લી કરવામા આવી હતી.

Exit mobile version