મનપાના વાણિજ્ય હેતુના પ્લોટ અને ટીપી રોડના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડી રૂા. 69.97 કરોડની 6997 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ
મહાનગરપાલિકા દ્વારા આજે રૈયા અને વાવડીમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરી વાવડીમાં બે સ્થળે ઈન્ડસ્ટ્રીયલ શેડ અને ગેરેજનું બાંધકામ તોડી પાડી રૈયા વોર્ડ નં. 10માં વાણીજ્ય હેતુના પ્લોટ પર તેમજ 24 મીટરના ટીપી રોડ ઉપર ગેરકાયદેસર દબાણરૂપ 34થી વધુ કાચા-પાકા મકાનો અને ઝુપડાઓના દબાણો દૂર કરી રૂા. 69.97 કરોડની 6997 ચો.મી. જગ્યા ખુલી કરાવાઈ હતી.
વાવડીમાં વિનુભાઈ પરસાણાની માહીન ફાર્મ પાછળ, રસુલપરા સ્કુલ સામે, રસુલપરા, કાંગશીયાડી રોડ ખાતે ઇન્ડસ્ટ્રીયલ શેડનું બાંધકામ આસામી દ્વારા કબ્જા/વપરાશમાં આવેલ ઉપરોક્ત સ્થળે દર્શાવેલ મિલ્કત પર ગેરકાયદેસર બાંધકામ ધ્યાને આવતા અત્રેથી કલમ-260(1) મુજબની નોટીસ પાઠવવામાં આવેલ તેમ છતાં આસામીશ્રી દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં ન આવતા, 260(2) ની નોટીસ પાઠવવામાં આવેલ. સદર ગેરકાયદેસર બાંધકામ દુર ન થતા આજરોજ સવારથી ઇન્ડસ્ટ્રીયલ શેડનું અંદાજીત 850.00 ચો.મી. નું બાંધકામ દુર કરેલ તથા રીયાઝભાઈ, વાવડી-કાંગશીયાડી રોડ, વાવડી ગામતળ પાછળ, ગેરેજનું છાપરાનું બાંધકામ આસામી દ્વારા કબ્જા/વપરાશમાં આવેલ ઉપરોક્ત સ્થળે દર્શાવેલ મિલ્કત પર ગેરકાયદેસર બાંધકામ ધ્યાને આવતા અત્રેથી કલમ-260(1) મુજબની નોટીસ પાઠવવામાં આવેલ તેમ છતાં આસામીશ્રી દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં ન આવતા, 260(2) ની નોટીસ પાઠવવામાં આવેલ. સદર ગેરકાયદેસર બાંધકામ દુર ન થતા આજરોજ સવારથી ગેરેજનું છાપરાનું બાંધકામ અંદાજીત 261.00 ચો.મી. નું બાંધકામ દુર કરી કુલ 1111.00 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ હતી.
વેસ્ટ ઝોન વોર્ડ નં. 10 ટી. પી. સ્કીમ નં.16-રૈયા, અંતિમખંડ નં.86/એ (વાણીજ્ય વેચાણ), કીડની હોસ્પિટલ પાસે, રૈયા, ઝુંપડાનું દબાણ તથા ટી. પી. સ્કીમ નં.16-રૈયા, અંતિમખંડ નં.31/એ (એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ.), કીડની હોસ્પિટલની પાછળ, રૈયા, તથા ટી.પી. સ્કીમ નં. 14-વાવડી(ડ્રાફ્ટ), 24.00 મી. ટી.પી. રોડ, પુનીતના ટાંકાથી વાવડી ગામ સુધી 30-ઝુંપડા સહિતના બાંધકામો દૂર કરી રૂા. 69.97 કરોડની 6997 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ હતી.
આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા, વેસ્ટ ઝોન, આસી. ટાઉન પ્લાનર તથા તમામ આસી. એન્જીનીયર, એડી. આસી. એન્જીનીયર, હેડ સર્વેયર, સર્વેયર અને વર્ક આસિસ્ટન્ટ તેમજ અન્ય જુદી-જુદી શાખાઓ જેવી કે, જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ તથા પીજીવીસીએલનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

