Site icon Gujarat Mirror

ગોંડલ યાર્ડમાં સ્થાનિક ખેડૂતોની જણસીને પ્રાથમિકતા આપવા માંગ

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોની જણસીની આવકમાં શહેર તાલુકાના ખેડુતોની જણસીની પ્રાથમિકતા આપવા અને આ માટે અઠવાડિયામાં એક કે બે દિવસ ફાળવવા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખએ યાર્ડના ચેરમેનને રજૂઆત કરી છે.
ગોંડલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેને એક પત્ર પાઠવી જણાવ્યું છે કે, ગોંડલ માર્કેટ યાર્ડ શહેર અને તાલુકા ખેડુત માલદારોની જણસીના શેષના કારણે ર્મિાણ થયું છે.
આ અદ્યતન અને વિશાળ યાર્ડમાં નિર્માણ પાછળ ગોંડલ શહેર અને તાલુકાના ખેડુતોનું અમુલ્ય યોગદાન છે. છેલ્લા બે દાયકામાં યાર્ડના વેપારમાં ખુબ વધારો થયો છે.

ગોંડલ તાલુકા ઉપરાંત રાજકોટ જિલ્લાના અન્ય તાલુકા અને બીજા જીલ્લાઓ અને ક્યારેક અન્ય વિસ્તારમાંથી પણ મોટા પ્રમાણમાં ખેડુત જણસી વેચાણ માટે ગોંડલ યાર્ડમાં લાવવામાં આવે છે.

યાર્ડમાં મોટા પ્રમાણમાં ખેત ઉપજ વેચાણ માટે આવેછે. ત્યારે શહેર તાલુકાના ખેડુતોને જણસી યાર્ડમાં લાવવામાં મુશ્કેલી પડે છે. યાર્ઢ દ્વારા શહેર તાલુકાના ખેડુતોને જણસી લાવવા માટે અઠવાડિયામાં એક બે દિવસ ફાળવવામાં આવે તો તાલુકાના ખેડુતોને રાહત થાય સ્થાનિક ખેડુતોના હિત માં આ અંગે વિચારણા કરી તત્કાલી અમલ કરવામાં આવે તેવી યાર્ડના ચેરમેનને રજૂઆત કરાઈ છે.

ડોમના બાંધકામના ખાડામાં વાહનો ખૂંપે છે

ગોંડલયાર્ડમાં હાલ બે વિશાળ ડોમના બાંધકામ માટે કામગીરી ચાલી રહી છે ડોમના કોલમ માટે તથા ક્રેઈન માટે ખોદકામ કરવામાં આવ્યું છે. ડોમ માટેકોલમનું અને ફેમીંગનું સ્ટ્રક્ચર ગ્રાઉન્ડથી બહાર પહોંચી ગયું છે. અને માટીથી પુરાણ કરવામાં આવ્યું છે. પરંતુ જરૂરી મેટલીંગ પુરાણા કરવામાં આવ્યું ન હોવાથી છેલ્લા પાંચ દિવસમાં ત્રણ ચાર વાહન આ ખોદકામમાં ખઉચી ગયા હતાં એક મોટા ટ્રક આમાં ફસાઈ જતા સાંજના સમયે આ ટ્રકને બહાર કાઢવા માટે ક્રેઈન બોલાવવી પડીહતી. યાર્ડના સતાધીશો આ બાબતે યોગ્ય કરી પુરાણમાં પુરતુ મેટલીંગ કરાવે તો વાહનો ખુંચતા અટકે ભાંંગતુટ કે અકસમત અટકે.

Exit mobile version