Site icon Gujarat Mirror

દિલ્હી વિધાનસભામાં RDX વિસ્ફોટ કરવાનો મેલ મળતા દોડધામ

આજે ઈમેલ દ્વારા બોમ્બ ધમકી મળ્યા બાદ સુરક્ષા દળો દિલ્હી વિધાનસભામાં દોડી ગયા હતા, જેના કારણે અનેક એજન્સીઓ તરફથી ઝડપી પ્રતિક્રિયા મળી હતી, એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આજે બપોરે અંદાજે સાડા અગીયાર વાગે વિધાનસભા સચિવને આ મેઇલ મળ્યો હતો.

વિધાનસભા સત્તાવાળાઓ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી, જેના પગલે દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો પરિસરમાં તૈનાત કરવામાં આવી હતી.

સૂત્રએ જણાવ્યું હતું કે પરિસરની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મેઇલ મળ્યા બાદ દિલ્હી પોલીસે અત્રેના મહાત્મા ગાંધી રોડ અને ખૈબર પાસ નજીક પોલીસના મોટા કાફલાઓ ખડકી દીધા હતા અને પસાર થતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. આ ઘટનાને પગલે રાજભવનની તથા મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નિવાસસ્થાને સુરક્ષમાં એકાએક વધારો કરી દેવામાં આવ્યો છે.

Exit mobile version