રાષ્ટ્રીય

પરાજયથી મહાવિકાસ અઘાડી તૂટી પડવાના સંકેત: ઉધ્ધવ જૂથ અલગ થશે

Published

on

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિનો પ્રચંડ વિજય અને મહાવિકાસ આઘાડીનો ભારે રકાસ થયા બાદ ઉદ્ધવસેનામાં આગામી ચૂંટણી સ્વબળે લડવાનો સૂર ઊઠવા માંડ્યો છે. મંગળવારે પરાજયનાં કારણ જાણવા માટે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-યુબીટી)ના હારી ગયેલા નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કોન્ગ્રેસ અને શરદ પવારની નેશનલિસ્ટ કોન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના સ્થાનિક નેતાઓએ મહા વિકાસ આઘાડી માટે કામ ન કરવાને લીધે પરાજય થયો હોવાનો મત અનેક નેતાઓએ વ્યક્ત કર્યો હતો.

યુબીટીના વિધાન પરિષદના સભ્ય અંબાદાસ દાનવેએ કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં પરાજય થવાથી મોટા ભાગના અમારા પક્ષના નેતા અને કાર્યકરોનું માનવું છે કે ત્રણ પક્ષની ખીચડીને લીધે આપણી આવી હાલત થઈ છે. આથી આગામી ચૂંટણીઓમાં સત્તા મળે કે ન મળે શિવસેનાએ મહાવિકાસ આઘાડીમાંથી બહાર પડીને સ્વબળે ચૂંટણી લડવી જોઈએ. આપણી હિન્દુત્વની વિચારધારાને કાયમ રાખવા માટે આવો નિર્ણય લેવાની જરૂૂર છે. સુત્રોના જણાવ્યા મુજબ બૃહદ મુંબઇ કોર્પોરેશન (બીએમસી)ની આવી રહેલી ચૂંટણી ઉધ્ધવ ઠાકરે એકલા હાથે લડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version