ગુજરાત
સુન્ની મુસ્લિમ સમાજના ધર્મગુરુ દાદાબાપુનો ઇન્તકાલ
સાવરકુંડલામાં લાખો અનુયાયીઓ ઊમટયા, ત્રણ દિવસની ટુૂકી માંદગી બાદ અંતિમ શ્ર્વાસ લીધા
દેશભરમાં વ્યસનમુકિત ઝુંબેશ ચલાવી અનેક યુવાનોને વ્યસન છોડાવનાર સમાજ સુધારક સુન્ની મુસ્લિમ સમાજના ધર્મગુરૂ પીર સૈયદ દાદાબાપુનો ઇન્તેકાલ થતા સુન્ની મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે.
સાવરકુંડલાને કર્મભૂમિ બનાવી દાદાબાપુ કાદરીએ ગુજરાતમાં ઠેર-ઠેર વ્યસનમુકિત માટે ઝુંબેશ ચલાવી હતી અને જીવનભર તેમણે સમાજ સુધારણા માટે કાર્ય કર્યુ હતુ. જેના કારણે સુન્ની મુસ્લિમ નહીં અન્ય તમામ કોમમાં તેમનું આદરપાત્ર નામ હતું.
સાવરકુંડલામાં પોતાના નિવાસ સ્થાને બીમાર પડયા બાદ છેલ્લા ત્રણેક દિવસથી દાદાબાપુ કાદરીને સારવાર માટે અમરેલીની હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં ગત મોડી સાંજે તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા.
દાદાબાપુ કાદરીના ઇન્તેકાલના સમાચાર મળતા જ સુન્ની મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં સવારકુંડલામાં ઉમટી પડયા છે.
આજે સાંજે પાંચ વાગ્યે દાદાબાપુનો જનાજો નીકળ્યો હતો તેમાં પણ મોટી સંખ્યમાં હિંદુ-મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા.મોતી કૌમી એકતાના મસીહા રહબરે શરીઅત રુહાની પેશ્વા સૈયદદાદા બાપુ કાદરી (ફાતીમી) તા. 13.8.2024 આ દુનીયાથી અલવીદા કરી ગયેલ છે. જે સમગ્ર મુસ્લિમ સમાજને ન પુરાય તેવી ખોટ છે.
દાદાબાપુએ દીન અને દુન્યવી થેત્રે એવુ કાર્ય કરી ગયા કે આવનારી પેઢી યાદ રાખશે 600થી વધારે મસ્જીદ 250થી વધારે મદ્રેસાઓ બહેતરીન સ્કુલ તથા કોલેજ સ્થાપી સમાજને અર્પણ કરેલ છે.
એક લાખથી વધારે લોકો તેમના દ્વારા વ્યશન મુક્ત થયેલ છે. સમગ્ર મુસ્લિમ સમાજ તેમની ખીદમતને યાદ રાખશે .. અલ્લાહ પોતાના હબીબના સદકે તેમને જન્નતુલ ફીરદોષમા આલા મકામ આપે તેમના દરજ્જાતને બુલંદ કરે તેવી દુવા તથા આ દુખ ની ઘડી મા તેમના પરીવાર ને સબ્રે જમીલ અતા કરે તેવુ ગુજરાત પ્રદેશ કોગ્રેસના અગ્રણી કચ્છ મુસ્લિમ સમાજના આગેવાન હાજી જુમા રાયમાએ જણાવ્યું હતું.