ગુજરાત
મોટી ખાવડી ગામે તબિયત લથડતાં પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ
જામનગરના મોટી ખાવડી ગામે પરપ્રાંતિય યુવાનનું તબીયત લથડતાં સારવાર દરમ્યાન હોસ્પિટલ ખાતે મૃત્યુ નિપજયું હતું. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે જરૂૂરી કાર્યવાહી આરંભી હતી.
જામનગરના મોટી ખાવડી ગામે રહેતાં ભોલુરામ મુનશીરામ (ઉ.વ.4પ) નામના યુવાનને ગત્ તા. ર0ના રોજ વહેલી સવારે તેના રૂૂમમાં સૂતો હોય, ત્યારે એકાએક તબીયત લથડતા અને માથાના ભાગે દુખાવો ઉપડતાં તાત્કાલિક 108 સરકારી એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી જી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે મેઘપર પડાણા પોલીસ મથકે કુલવંતસિંહ રજપૂતએ જાણ કરતાં હે.કો. એલ. જી. જાડેજા આગળની તપાસ ચલાવી રહયા છે.