Site icon Gujarat Mirror

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલો

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર પાંચ હાટડી વિસ્તારમાં ગઈકાલે રાતે નાસ્તો કરવા ગયેલા ફૈઝાન ફારૂૂકભાઇ પરમાર અને ફૈસ હનીફભાઇ મકવાણા નામના ઘાંચી જ્ઞાતિના બે યુવાનો પર જુની અદાવત નો ખાર રાખીને કેટલાક શખ્સો એ ધોકા, પાઇપ વડે ઘાતક હુમલો કરી દેતાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આ હીચકારા હુમલામાં ઘાયલ થયેલા બન્ને યુવાનોને સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ ની જાણ થતા ઘાંચી સમાજ ના યુવાનો મોટી સંખ્યામાં જી.જી.હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. હાલ, સિટી-એ. ડિવિઝન પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત બન્ને યુવાનો ના નિવેદન ના આધારે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Exit mobile version