રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં ટિકિટ વહેંચણીમાં કોંગ્રેસ શિવસેના વચ્ચે મડાગાંઠ, બેઠક રદ

Published

on

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બરાબર એક મહિનો બાકી છે, પરંતુ હજુ સુધી વિપક્ષી ગઠબંધન MVAએ સીટ વહેંચણીની ફોર્મ્યુલા રજૂ કરી નથી. એવા પણ અહેવાલો છે કે કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. બંને પક્ષોના દિગ્ગજ નેતાઓ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના વડા શરદ પવાર ઘરઆંગણે પહોંચી ગયા છે.

અહેવાલ મુજબ, AICCની ચૂંટણી અને સ્ક્રીનીંગ કમિટીની બેઠકો રવિવારે યોજાવાની હતી, પરંતુ બેઠકોની વહેંચણી પર સર્વસંમતિના અભાવે તે રદ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી 1-2 દિવસમાં સમિતિઓની ફરી બેઠક મળી શકે છે. અહીં, MVAમાં શનિવારે ફરીથી સીટ શેરિંગ પર વાતચીત શરૂૂ થઈ હતી.

કોંગ્રેસના એક અધિકારીએ કહ્યું કે જો સીટ વહેંચણી પર કોઈ સહમતિ ન બને તો પાર્ટી કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છે. શિવસેના (યુબીટી)ના વરિષ્ઠ નેતા સંજય રાઉતે પણ કહ્યું છે કે રાજકારણમાં કંઈપણ થઈ શકે છે. શનિવારે જ કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રભારી રમેશ ચેન્નીથલાએ શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ ઠાકરે અને પવાર સાથે મુલાકાત કરી હતી.

એવા અહેવાલ છે કે શિવસેના (UBT) ધારાસભ્ય આદિત્ય ઠાકરે અને ખકઈ અનિલ પરબ પણ વરિષ્ઠ પવારને મળ્યા છે. અખબાર અનુસાર, અધિકારીઓનું કહેવું છે કે મેનિફેસ્ટોના કારણે આ બેઠક યોજાઈ હતી, પરંતુ રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે સીટને લઇને ચાલી રહેલો ઝઘડો હજુ સંપૂર્ણ રીતે શાંત થયો નથી. ખાસ કરીને શિવસેના (UBT) અને કોંગ્રેસ વચ્ચે આ ચાલુ છે. રવિવારે ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રીમાં પાર્ટીના અધિકારીઓની બેઠક પણ યોજી હતી.


પરિસ્થિતિને સંભાળવા માટે AICC દ્વારા CWCસભ્ય નસીમ ખાનને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેણે કહ્યું કે, વિવાદિત સીટોને લઈને મારી શરદ પવાર સાથે ટૂંકી મુલાકાત થઇ હતી. MVA ના આર્કિટેકટ હોવાને કારણે, તેઓ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત બંનેને મળ્યા છે. મને વિશ્વાસ છે કે શરદ પવારના હસ્તક્ષેપ બાદ વિવાદ ઉકેલાઈ જશે. રિપોર્ટ અનુસાર, કોંગ્રેસ અધિકારીએ શિવસેના (UBT) અને NCP (SP) વિશે કહ્યું કે, પતેમની માંગણીઓ વાસ્તવિક નથી. તેઓ એવી બેઠકોની માંગ કરી રહ્યા છે જ્યાં તેમની હાજરી લગભગ શૂન્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version