ક્રાઇમ
દિવાળીમાં દાઝ ઉતારી ; 15 સ્થળે ધોકા ઉડ્યા, મારામારીની અડધી સદી
ફટાકડા ફોડવા અને જૂની અદાવતોમાં તહેવારોમાં પણ શાંતિ નહીં, મારામારી-હુમલા-તોડફોડના બનાવોથી પોલીસ દોડતી રહી
રાજકોટમાં દિવાળીના તહેવાર ઉપર મારામારીના 15 જેટલા બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. ફટકડા ફોડવા બાબતે તો જુના મનદુ:ખને કારણે તેમજ સામાન્ય બાબતોમાં પણ વાત મારામારી સુધી પહોચી હતી.અલગ અલગ વિસ્તારોમાં બનેલા બનાવ માં પોલીસે 50થી વધુ શખ્સો સામે ગુના નોંધ્યા છે.
દિવાળીના તહેવારોમાં પોલીસમાં નોંધાયેલ મારામારીના બનાવોમાં ચુનારાવાડ-1 લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતાં ધર્મેશ ઉર્ફ લાલો ગુલાબભાઇ પરીયા (ઉ.વ.36)એ અગાઉ કરેલ પોલીસ ફરિયાદનો ખાર રાખી ગોવિંદ ઉર્ફ ગોપાલ રમેશભાઇ બાવરીયા, મનિષ નારોલા, કૈલો રમેશભાઇ મોરી અને વિક્કી બચુભાઇએ તેના ઘર ઉપર કાચની બોટલો અને પથ્થરોના ઘા કરી હુમલો કર્યો હતો. આ બનાવમાં ધર્મેશ ઉપરાંત મંજુબેન અને શીલાબેનને ઇજા થઇ હતી.
બીજા બનાવમાં નવા થોરાળાની આરાધના સોસાયટી મેઇન રોડ ઉપર બેસવા બાબતે હકાભાઇ પાણીવાળાની બાજુમાં રહેતાં ગુલામહુશન ઉર્ફ આર્યન અહમદભાઇ જુણેજા (ઉ.વ.19)ને ધોકાની રાતે શાહબાઝ ઉર્ફ જરી સલિમભાઇ હિંગોરજા, આતીફ ઉર્ફ ત્રણસોબે અને બે અજાણ્યાએ છરીથી હુમલો કર્યો હતો. ગુલામહુશેન ઉર્ફ અયાન અને તેનો મિત્ર ઉમેદ ઓટા પર બેઠા હતાં ત્યારે શાહબાઝ, આતીફ સહિતનાએ આવી અહિ શું કામ બેઠા છો? કહી બોલાચાલી કરી ગાળો દઇ હુમલો કર્યો હતો.ત્રીજા બનાવમાં હીરાસર એરપોર્ટ પર મારામારીનો બનાવ બન્યો હતો. ભાવનગર રોડ પર થોરાળા કસ્તુરબાવાસ-3 રામાપીરના મંદિર પાસે રહેતાં અને બઝવે કંપનીમાં ટેક્સી ડ્રાઇવર તરીકે નોકરી કરતા ધર્મેશ સુરેશભાઇ વાઘેલા (ઉ.વ.23) નામના યુવાનને હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના પીકઅપ પોઇન્ટ પાસે બેસતા વર્ષના દિવસે બામણબોરના ટેક્સી ડ્રાઇવર માત્રાભાઇ ભરવાડે જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ગરદન પકડી તું અહિથી જતો રહે, તારે પેસેનજર ભરવાના નથી તેમ કહી હુમલો કર્યો હતો. આ બનાવમાં પોલીસે ધર્મેશ વાઘેલાની ફરિયાદ પરથી માત્રા ભરવાડ વિરૂૂધ્ધ મારામારી, ધમકી, એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
ચોથા બનાવમાં કોઠારીયા રોડ પર ગુલાબનગરમાં દિવાળીની રાતે થયેલી માથાકૂટ બાદ ભાઇબીજની ફરી બબાલ થઇ હતી જેમાં કોઠારીયા રોડ પર ગુલાબનગર-7 રોલેક્સ કારખાના સામે રહેતાં રિક્ષાચાલક સહદેવભાઇ ભેરૂૂભાઇ મકવાણા (ઉ.વ.34)ના સાળા પવન સુભાષભાઇ ખાંડેરાવને દિવાળીની રાતે વિકાસ ઉર્ફ વિક્કી સાથે બોલાચાલી થઇ હોઇ તેનો ખાર રાખી ભાઇબીજની રાતે સાડા અગિયારેક વાગ્યે ઘર નજીક રહેતાં વિકાસ ઉર્ફ વિક્કી, તેની પત્નિ કાજલ, પિતા દશરથસિંહ, પિત્રાઇ ભાઇ તથા મિત્ર લાલીયો ઉર્ફ મામો અને ત્રણ અજાણ્યા શખસોએ ઘર પાસે આવી રિક્ષા નંબર જીજે03ડબલ્યુ-4393માં તોડફોડ કરી તેમજ પવનભાઇ સુભાષભાઇ ખાંડેરાવના એક્સેસમાં પણ તોડફોડ કરી હતી.
પાંચમાં ગોકુલધામ સોસાયટીના હોટેલ સંચાલક પર કુટુંબી સાળાના પુત્ર સાથે મળી હુમલો કર્યો હતો. ગોકુલધામ સોસાયટી-6 ગોકુલધામના ગેઇટ પાસે રહેતાં અને નજીકમાં જ વિજય નામે હોટેલ ધરાવતાં સાજણભાઇ હનુભાઇ બાંભા (ઉ.વ.45) ની ફરિયાદ પરથી ગોકુલનગર-3માં રહેતાં તેના કોટુંબીક સાળા ભુપત નાનજીભાઇ ધોળકીયા તથા તેના પુત્ર કલ્પેશ ભુપતભાઇ ધોળકીયા વિરૂૂધ્ધ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. કુટુંબી સાળા ભૂપતની દિકરી ક્રિષ્ના ત્રણેક વર્ષથી તેનાથી અલગ રહે છે, જેને હું તમામ પ્રકારની મદદ કરતો જેથી નવા વર્ષના દિવસે રાતે તે પોતાની હોટેલ પાસે ઉભો હતો ત્યારે કુટુંબી સાળા ભુપત ધોળકીયાએ ફોન કરી કહેલુ કે મારી દિકરી ક્રિષ્ના ત્રણેક વર્ષથી અલગ રહે છે તેને તમે બધી સહાય પુરી પાડો છો, જેથી મારી દિકરી બાબતે આપણે સમાધાન કરવું છે, તમે મારા ઘરે આવો તેમ કહી ગોકુલનગર-3માં બોલાવી છરીથી હુમલો કરી દીધો હતો. તેની સાથે તેનો દિકરો કલ્પેશ પણ હતો.સાતમાં બનાવમાં કોઠારિયા રોડ પર રહેતા કારખાનેદાર વિજયસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ દિનેશ ઉર્ફે બચુ ઉર્ફે ટિકિટ ગોહેલ, જિજ્ઞેશ ઉર્ફે બાવકો ગોહેલ, ચિરાગ ઉર્ફે બકાલી, રાજપાલસિંહ જાડેજા, દિનેશ ઉર્ફે કાંચો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બાઈક લઈને જતા હતા ત્યારે બાબરિયા કવાર્ટર પાસે નામચીન દિનેશ સહિતનાએ માથે ફટાકડાનો ઘા કરતા તેને સમજાવવા જતા તલવાર, ધોકા, લાકડી વડે હુમલો કર્યો હતો.આઠમાં બનાવમાં એસટી વર્કશોપ પાસે આવાસ કવાર્ટરમાં રહેતો દિનેશ ઉર્ફે કાંચો સંજયભાઈ ટમટા બાબરિયા કોલોનીમાં ગૌરવને તેડવા ગયો હતો ત્યા અજ્જલ, ઈમરાન માણેક, શબ્બીર માણેક, માતા નામનો છોકરો, જયેશ ડાંગરએ ધસી આવી છરી, પાઈપ,ધોકા વડે હુમલો કરી કારમાં તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી છે.
નવમાં બનાવમાં ઘંટેશ્વરમાં રહેતા રિક્ષાચાલક ઈમરાન કારિયાણી ઉ.37એ ગાંધીગ્રામ પોલીસમાં ભાવેશ, તેની પત્ની, તેની બહેન અને સાળા સામે મારામારી કરી ગાળો ભાંડયાની ફરીયાદ નોંધાવી હતી દસમાં બનાવમાં બજરંગવાડીમાં રહેતા સાહિદ રજાકભાઈ સુમરાને ફટાકડા ફોડવા બાબતે પી ડી રાણા સાથે બોલાચાલી થતા પી.ડી.રાણા અને તેની સાથેના ત્રણ શખ્સોને હુમલો કર્યો હતો.11માં બનાવમાં રેલનગરના રામપાર્કમાં રહેતાં કિર્તીસિંહ ઉર્ફે કુલદિપસિંહ (ઉ.વ.29) સહદેવસિંહ જાડેજા ગઈતા. રનાં રેલનગરમાં હતા ત્યારે ગાળો દઈને સીગારેટ માંગતા ગાળો શું કામ આપો છો કહેતા પપ્પુ અને તેની સાથેના બે અજાણ્યા શખ્સોએ માથાના ભાગે બોથડ પદાર્થથી ઈજા કરી પિતાને ગાળો દઈ ધમકી આપી લાકડાનો થડો માથામાં મારી દીધો હતો.
બારમાં બનાવમાં ટંકારાના મેઘપર રહેતાં અશોકસિંહ મહિપતસિંહ ઝાલા (ઉ.વ.31) ગઈ તા.4નાં કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે હડાળા ગામ પાસે લાકડી કારમાં અડી જતાં ધ્યાન રાખવાનું કહેતાં મનોજ ગેલા ભરવાડ, વીપુલ વકાતર અને તેની સાથેના બે અજાણયા શખ્સોએ ગાળો દઈ લાકડી વડે હુમલો કર્યાની કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.13માં બનાવમાં અંબીકા ટાઉનશીપ સીતાજી ટાઉનશીપમાં લગધીરસિંહ ચંદુભા ગોહીલ (ઉ.વ.38) મેગી લેવા ગયા હતા તયારે કોણી અડી જવાના મુદ્દે બે અજાણ્યા શખ્સોએ ગાળો દઈ છરી વડે હુમલો કરી ઈજા કર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.14માં બનાવમાં કોઠારીયા સોલવન્ટ પાસે માલધારી સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા વિક્રમ ચોથાભાઈ મારૂૂ (ઉ.વ.24) સાંઈબાબા સર્કલ પાસે હતો ત્યારે અશરફ ઉર્ફે શહેજાન અને ત્રણ અજાણ્યા શખ્સોએ કંપનીના યુનીફોર્મના રૂૂપીયા પાછા લેવા બાબતે મારકુટ કરી છરી વડે હુમલો કર્યાની આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ફટાકડા મફત પડાવી ગાંઠિયા દાદાએ સ્ટોલ ધારકને ફટકાર્યો
રૈયા રોડ પ્રમુખ આર્કેડ પાસે ફટાકડાના સ્ટોલધારક અને ભાગીદાર ઉપર હુમલો થયો હતો જેમાં યુનિવર્સિટી પોલીસે નાના મવા રોડ દેવનગર-1 શિતલ કુંજ ખાતે રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં નિલેષભાઇ કેશવભાઇ રાઠોડ (ઉ.વ.34)ની ફરિયાદ પરથી અમન ગુરૂમ અને બે અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. નિલેષભાઇએ તેના મિત્ર સુરેશભાઇ જીવણભાઇ પરમાર સાથે રૈયા રોડ પ્રમુખ સ્વામિ ઓડીટોરીયમ પાસે ગ્રીનસીટીની સામે ફટાકડાનો સ્ટોલ ભાગીદારીમાં કર્યો હતો. ત્યારે દિવાળીની રાતે એક્ટીવામાં ત્રણ જણા આવ્યા હતાં અને 12 હજારના ફટાકડા ખરીદ કર્યા હતા. અને 5000 આપ્યા હતાં. જેથી બાકીના રૂપિયા આપવાનું કહેતાં એક શખ્સે પોતાનું નામ અમન ગુરૂમ છે, તું મને ઓળખતો નથી, હું કોણ છું? તારુ નામ શું છે? કહી મને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ફટાકડાના બાકી રહેતા 7000 આપ્યા વિના જતો રહ્યો હતો. બાદમાં તા. 1ના રાતે અઢી વાગ્યે ફરીથી અમન અને બે અજાણ્યા આવ્યા હતાં અને ફટાકડા માંગતા આગલા બીલના બાકીના રૂૂપિયા પણ માંગતા નિલેશભાઇ અને મિત્ર સુરેશભાઇને મારમાર્યો હતો.
અહીં બસ પાર્ક કરવી છે, ફટાકડા બંધ કરો કહી પરિવારને માર માર્યો
મારામારીના 15માં બનાવમાં દિવાળીની રાતે અયોધ્યા ચોકમાં બસ સ્ટેન્ડ પાછળ શિવ નામની રેસ્ટોરન્ટના માલિક અને તેના પરિવાર ઉપર આશાપુરા ટ્રાવેલ્સના સંચાલક સહિતનાઓએ હુમલો કર્યો હતો. ઓસ્કાર સ્કાય પાર્કમાં રહેતાં હેમાબેન રૂૂપારેલીયા (ઉ.વ.32)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિ નિશાંતને બસ સ્ટેન્ડ પાછળ શિવ નામની રેસ્ટોરન્ટ છે. દિવાળીની રાત્રે તે ઉપરાંત તેના પરિવારના સભ્યો રેસ્ટોરન્ટ પાસે આવેલી શેરીમાં ફટાકડા ફોડતાં હતા. ત્યારે બાજુમાં આવેલી આશાપુરા ટ્રાવેલ્સમાંથી એક શખ્સે આવી તેના પતિને કહ્યું કે અહીં અમારી બસ ઉભી રાખીએ છીએ એટલે અહીં ફટાકડા નહીં ફોડવાના. જેથી તેના પતિએ પોતાના રેસ્ટોરન્ટની હદમાં ફટાકડા ફોડતાં હોવાનું કહ્યું હતું. થોડીવારમાં મુન્નાભાઈ આવ્યા હતા જેણે તેના પતિને અહીં ફટાકડા ફોડીશ તો તારા હાથ-પગ ભાંગી નાંખીશ તેવી ધમકી આપી હતી. પતિને તમાચો અને ગડદાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં તેની સામે છરી ઉગામી હતી. સાસુ તેના પતિને છોડાવવા વચ્ચે પડતા તેને ઢીકા માર્યા હતા. અજાણ્યા શખ્સે ગાળાગાળી કરી છરી મારવાની ધમકી આપી હતી. જેથી પોલીસ ક્ધટ્રોલ રૂૂમમાં કોલ કરતાં મુન્નાભાઈ અને તેની સાથેના ત્રણ શખ્સો ભાગી ગયા હતા. ત્યાર પછી એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.