Site icon Gujarat Mirror

સાસુએ ‘મકાન ખાલી કરી જતાં રહો’ કહેતા પુત્રવધૂએ ફીનાઈલ ગટગટાવ્યું

શાપર-વેરાવળના ઢોલરા ગામે રહેતી પરિણીતાને તેના સાસુ મકાન ખાલી કરી જતાં રહો તેમ કહેતા લાગી આવવાથી તેણે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જાણવા મળતી વિગત મુજબ શાપર-વેરાવળના ઢોલરા ગામે રહેતી વર્ષાબેન વિપુલભાઈ ચાંડપા (ઉ.35) નામની પરિણીતાએ આજે સવારે પોતાના ઘરે પિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં ગઈકાલે સાંજે તેણે રસોઈ બનાવ્યા બાદ પતિને જમવાનું કહેતા પતિએ દારૂ પીને ગાળો આપી હતી અને સાસુએ મારમાર્યો હતો. બાદમાં આજે સવારે સાસુએ કહેલું કે મકાન ખાલી કરીને જતો રહો જેથી લાગી આવતાં તેણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

જ્યારે બીજા બનાવમાં કણકોટના પાટીયા પાસે બાંધકામ સાઈટ પર રહેતી મોનિકાબેન રાણીંગાભાઈ માંજી (ઉ.40) નામની મહિલાએ આજે સવારે બિમારીના વધુ પડતાં ટીકડા ખાઈ લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

Exit mobile version