ક્રાઇમ
દાઠા પોલીસે ઘાસચારાની આડમાં લઈ જવાતી દારૂની 1234 બોટલ ઝડપી
ભાવનગરના તળાજા પંથકમાં દેશી વિદેશી દારૂૂની રેલમછેલ વચ્ચે પોલીસ દ્વારા ગુન્હાઓ નોંધવામાં આવી રહ્યા છે.છતાંય બુટલેગરો પોલીસ ની આંખમાં ધૂળ નાખી ને ખેપ મારી રહ્યા છે.દાઠા પોલીસે ઘાસચારા નીચે છુપાવી લઈ જવાતો જથ્થો મધ્યરાત્રીએ ઝડપી લઈ ખેપિયા ને કોર્ટમાં રજૂ કરી બે દિવસ ના રિમાન્ડ મેળવેલ છે.
દાઠા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જયરાજસિંહ ચુડાસમા ને મળેલ ચોક્કસ બાતમીને લઈ દાઠા મહુવા રોડ પર મધ્યરાત્રીએ વોચ ગોઠવી હતી.બોલેરો પિકઅપ વાહન ઘાસચારો ભરીને પસાર થયું હતું. બાતમી મુજબનુ જ વાહન હોય પોલીસે ચેક કરતા ઘાસચારા નીચે છુપાવેલ વિલાયતિ દારૂૂ ની અલગ અલગ બ્રાન્ડ ની 1234 બોટલ મળી આવી હતી.પોલીસ ને જોઈ એક અજાણ્યો ઈસમ ભાગી છૂટ્યો હતો વાહન ચાલક રામજી હાદાભાઈ કરિચા રે.દાઠા વાળા ને ઝડપી લઈ આજે કોર્ટમાં રજૂ કરી દિવસ બે ના રિમાન્ડ મેળવ્યા હતા.
પ્રાથમિક તપાસમા ઝડપાયેલ ખેપિયા ની આ પંથકમાં ત્રીજી ખેપ હતી.આ જથ્થો વિકટરના ભાવેશ નામના ઇસમે આપેલ હતો.વિકટર કટીંગ થયું હોવાનું માનવામાં આવે છે.ભાવેશ નામનો બુટલેગર બે દિવસ પહેલા વાહન લઈ ગયો હતો.ગતરાત્રે બીજા ચાલક સાથે વાહન બોરડા સુધી મોકલી આપેલ હતું.આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તેવું ઝડપાયેલ ખેપીયો જાણતો ન હતો. ભાગી ગયેલ ઈસમ જાણતો હતો. પોલીસની જાણમાં એવુંપણ આવ્યું છેકે પોલીસ અધિકારી ના અપમૃત્યુ બાદ રાજ્યના સીમાડા કકડ થતા દિવથી હવે મોટાપાયે સપ્લાય થઈ રહીછે.ઝડપાયેલ જથ્થો દિવ થીજ આવ્યો હોવાનું પોલીસ માની રહી છે. વિલાયતી દારૂૂની બોટલ નંગ 1234/-વાહન ની કિંમત ગણી કુલ રૂૂ.5,00758/-નો મુદ્દામાલ કબ્જે લીધેલ છે.