Site icon Gujarat Mirror

ન્યૂયોર્ક અને ન્યૂજર્સી પર ત્રાટકવા તૈયાર ખતરનાક હિમવર્તી ઝંઝાવાત

ગુજરાત મિરર, ન્યુયોર્ક,તા.23ન્યૂયોર્ક અને ન્યૂજર્સી પર કુદરતનો પ્રકોપ તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન વાતાવરણ વધુ ખરાબ થવાની આગાહી કરવામાં આવી છે, જેના પગલે ’ન્યૂઝ ફર્સ્ટ’ દ્વારા ગંભીર ’સ્ટોર્મ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. આ હિમવાવાઝોડું એટલું પ્રચંડ હોઈ શકે છે કે તે 1996ના ભયાનક વાવાઝોડાની યાદ અપાવશે.

ન્યૂજર્સીના ઈતિહાસમાં છેલ્લા 30 વર્ષમાં પ્રથમ વખત સમગ્ર રાજ્યને ’બ્લિઝાર્ડ વોર્નિંગ’ (ભીષણ હિમવાવાઝોડાની ચેતવણી) હેઠળ મૂકવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સમગ્ર રાજ્યમાં એક ફૂટ કે તેથી વધુ બરફ પડવાની 90 ટકા શક્યતા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા ન્યૂજર્સીના ગવર્નરે તાત્કાલિક અસરથી ’સ્ટેટ ઓફ ઇમરજન્સી’ (કટોકટીની સ્થિતિ) જાહેર કરી દીધી છે.

ન્યૂજર્સી ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન દ્વારા આજે બપોરે 3:00 વાગ્યાથી અનેક ઇન્ટરસ્ટેટ હાઈવે પર કોમર્શિયલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદી દીધો છે. ગવર્નરે જાહેરાત કરી છે કે આજે બપોરે 3:00 વાગ્યાથી વાહનોની ગતિ મર્યાદા ઘટાડીને 35 માઈલ પ્રતિ કલાક કરી દેવામાં આવી છે.

વાવાઝોડા દરમિયાન મુસાફરી કરવી અત્યંત જોખમી હોવાથી લોકોને બિનજરૂૂરી બહાર ન નીકળવા તાકીદ કરાઈ છે. પવનની ગતિ ખૂબ જ વધારે હોવાથી રાજ્યભરમાં વીજળીના થાંભલાઓ અને લાઈનોને નુકસાન થઈ શકે છે, જેના કારણે અનેક વિસ્તારોમાં લાંબા સમય સુધી અંધારપટ છવાઈ જવાની ભીતિ છે. વહીવટીતંત્રે લોકોને અપીલ કરી છે કે તેઓ સુરક્ષિત રહે અને ઘરમાં જ રહે.

Exit mobile version